________________
દેહથી સ્નેહ તજી નિર્મમત્વ થા. કે જેથી ફરી શરીર જ ધારણ કરવું પડે નહિ. પરિણામે અશરીરી થઈ વાસ્તવિક સ્વાધિન સુખને તું પ્રાપ્ત થાય. શરીરની તું સભ્યપ્રકારે ઉપેક્ષા કરે અને કેઈ વેળા એને સ્વચા ત્યાગ આત્મામાં પરિણમિત થાય તે જ તું ખરેખર સાહસિક ગણાય.
પણ પ્રબળ રોગના ઉદય કાળે વ્યાકુળતા થાય તે શું કરવું? એ પ્રશ્નના ઉત્તરરૂપ ગ્રંથકાર નીચેનું કાવ્ય કહે છે –
अपि रोगादिभिहेर्न मुनिः खेदमृच्छति । उडुपस्थस्य कः क्षोभः प्रवृद्धेऽपि नदीजले । २०४॥ જેમ દઢ નકામાં બેઠેલા મનુષ્યને વિસ્તીર્ણ નદીમાં જલ વધવા છતાં પણ મુસાફરી કરતાં ભય થતો નથી, તેમ જે પુરુષ શરીરના ક્ષણિક અને અપવિત્ર સ્વભાવને તથા પ્રકારે સમજે છે, તથા વાસ્તવિક આત્મશાંતિને કેઈ અંશે અનુભવ થયે છે, તે પુરુષ રેગાદિની વૃદ્ધિમાં પણ ખેદ પ્રાપ્ત થતું નથી.
સંસારરૂપ વિસ્તીર્ણ નદી ઉતરતાં પણ જે પુરુષ સમ્યકજ્ઞાનશાંતિરૂપ તૈકામાં બેઠે છે તેને રેગાદિની વૃદ્ધિ થઈ જવા છતાં પણ ભય ઉત્પન્ન થતો નથી, કે જે ભયે કરી તેને સ્વરૂપ વિસ્મરણ થાય. નદીમાં ગમે તેટલું પ્રબળમાં પ્રબળ જળ વધી જવા છતાં દઢ નકામાં બેઠેલા પુરુષને “હું આ નકાના અવલંબને સામે કિનારે કુશળપણે પહોંચીશ” એ દઢ વિશ્વાસ છે તેમ સંસારરૂપ ભયંકર અને અતિ વિસ્તીર્ણ નદી ઉતરતાં સમ્યકજ્ઞાન–શાંતિરૂપ બળવાન નૈકાના પ્રબળ
અવલંબને તેને દઢ વિશ્વાસ છે કે હું આ સંસારરૂપ ભયંકર અને વિસ્તીર્ણ નદી જરૂર પાર પામીશ. અર્થાત્ આત્મ-વિસ્મરણ થવામાં પ્રબળ નિમિત્તરૂપ એવા ગમે તેવા ગાદિ ઉપદ્રવ આવે તે પણ કુશળપણે આત્મશાંતિ જાળવી એ અનાદિ સંસારરૂપ ભયંકર નદી પાર પામીશ. હા-કદાચીત્ સમ્યકજ્ઞાન નૈકાને તે સુદઢ ન રાખે અર્થાત તેમાં સંશય વિપર્યાસાદિ છિદ્ર પાડે તો જરૂર તે નાવ અગાધ સંસાર જળમાં ડૂબી જાય.
એ રેગાદિ ઉપદ્રવના ઉદય કાળે શરીરથી આત્માનું પ્રત્યક્ષ ભિન્નપણું છે, એ દષ્ટિ વિશેષ અનુભવ સાધ્ય કરી ઉલટે તે પુરુષ નિજ સ્વભાવને વિષે વધારે અપમત્ત થાય છે. એટલે રોગાદિ ઉપદ્રવ તેને અતિ વ્યાકુળતાવશ કરતા નથી. શરીરમાં ઉત્પન્ન થતા રેગાદિ ઉપદ્રવે પણ તેને તો આત્મસિદ્ધિ સાધક થવાના નિમિત્ત કારણપણે પરિણમે છે. પણ બાધકપણે પરિણમતા નથી. તે પછી તેને તે પુરુષને તેવા પ્રકારને