________________
(૮) જન્મ, મરણ એ જેનાં માતા પિતા છે, આધિ-વ્યાધિ એ બે જેના સહોદર ભાઈ છે, અને વૃદ્ધાવસ્થા જેને પરમ મિત્ર છે એવા શરીરમાં રહીને તું અનેક પ્રકારની ચિત્ર વિચિત્ર આશામાં વહી રહ્યો છે એ એક આશ્ચર્ય છે! - શરીરધારી પ્રાણીઓને માતા, પિતા, ભાઈ, મિત્ર, એ આ વર્ગ હોય છે તેમ જન્મ-મરણ, આધિ-વ્યાધિ તથા વૃદ્ધાવસ્થા એ પણું શરીરનાં અતિ નિકટ અને પ્રબળ આત જ છે, અર્થાત્ તરફદાર છે. આવા દુખપૂર્ણ શરીરમાં કયા પ્રકારની આસ્થા બાંધી જીવ નિરાંત વાળી બેસી રહ્યો હશે ! તથા નાના પ્રકારના આશાના ઊંડા વમળમાં ખેંચાયા કરતો હશે! શરીર ક્ષણભંગુર છે, મતની કેઈપણ પળ નિશ્ચિત નથી, તથા એ ક્ષણભંગુર શરીર પણ અનેક પ્રકારના આધિ વ્યાધિઓથી સદેદિત ઘેરાએલું છે, એવા ક્ષણિક અને દુખપૂર્ણ શરીરમાં નેહ કરવા કરતાં અજર, અમર, અવ્યાબાધ, તથા શાશ્વત સુખના ધામરૂપ નિજ શુદ્ધ ચૈતન્યને વિષે પ્રેમ કર ! એ તે તે પિતે જ છે. તો પછી એને છોડી એ શરીરના અનુરાગી થવું હે ભવ્ય! તને ઘટતું નથી.
ઉત્તમ વિવેકવાન પુરુષે તો આ શરીરને હાડ, માંસ, રુધિરાદિ મહા નિંદ્ય અને અત્યંત ગ્લાનિયુક્ત પદાર્થોને ભરેલે એક કથળે સમજે છે, પણ એમાં રતિ પામતા નથી. ગંદી અને પ્રતિપળે માત્ર દુઃખની જ જન્મદાતા એવી કાયાને મેહ વિવેકવાન ઉત્તમ પુરુ કરતા નથી.
હે આત્મા ! તું તે શુદ્ધ બુદ્ધ સ્વરૂપ છે, પણ જડ શરીરના સંબંધથી ઉલટ અશુદ્ધતાને પ્રાપ્ત થઈ રહ્યો છે. સાંભળ
शुद्धोऽप्यशेषविषयावगमोऽप्यमूर्तोऽप्यात्मन् त्वमप्यतितरामशुचिकृतोऽसि । मूर्त सदाशुचि विचेतनमन्यदत्र
कि का न दूषयति घिग्धिगिदं शरीरम् ।। २०२॥ હે ચિદાનંદ! તું શુદ્ધ, અમૂર્તિક અને સ્વપરને જ્ઞાતા દષ્ટા છે. 'પણ આ જડ અને કેવળ અશુચિમય શરીરે ઉલટે તને અપવિત્ર કર્યો. જે તે ખરે કે આ જડ, મૂર્ત, કેવળ અશુચિમય, અચેતન શરીરના સહજ માત્ર સંગથી અન્ય કેસર કરાદિ પરમ સુગંધ યુક્ત પદાર્થો અશુચિપણાને પામી જાય છે, તે પછી એને સંગ અને રાગ આત્માને આત્મબોધથી આત્મચારિત્રથી પતિત કરે એમાં શું આશ્ચર્ય! ધિક્કાર છે, ધિક્કાર આ શરીરને કે જેના અનાદિ સંગથી જીવ અશુદ્ધતાને જ