________________
પડે છે, તે હવે કંઈક એવું કર કે જેથી એ શરીર જ ફરી ઉત્પન્ન ને થાય. સુગમપણે અને નિર્દોષ ઔષધીથી રેગ દૂર થયો તો ઠીક, નહિંતે શરીર છૂટવા જેવા અણુના પ્રસંગે પણ સભ્યસામ્યભાવને અનુસરવું એ પણ રોગને સર્વથી પ્રબળ પ્રતિકાર જ છે એમ તું સમજ.
આ બે સિવાય ત્રીજે કઈ જગતમાં ઉપાય જ નથી. સુસાધ્ય, સુગમ, અને ઉચિત હોય તે કર. પણ ઉદ્વેગવશ થવાથી શું વળે?
એ જ ભાવને વધુ દઢ કરે છે – यावदस्ति प्रतिकारस्तावत्कुर्यात्मतिक्रियाम् ।
तथाप्यनुपशान्तानामनुद्वेगः प्रतिक्रिया ॥ २०७॥ જ્ઞાની આત્મા જ્યાં સુધી બની શકે ત્યાં સુધી યોગ્ય ઔષધાદિકનું ગ્રહણ કરી રોગને પ્રતિકાર કરવા પ્રયત્ન કરે, તેમ છતાં પણ રોગ અસાધ્ય જણાય તે શાંત રહે, પણું અતિ ઉદ્વેગ વશ તો ન જ થાય. શરીરથી વાસ્તવિક ઉપેક્ષિત રહી આત્મશાંતિને જાળવવી એ જ એક અનાદિ રેગન સર્વથી શ્રેષ્ઠ પ્રતિકાર છે. - શરીરની સ્થિતિ આયુ પ્રમાણ છે, આયુસ્થિતિ પૂર્ણ થતાં હજારે ગમે ઉપાય કરતાં પણ શરીર કદી ન રહે એવા સ્વભાવવાળું છે. તે પછી શરીર નાશને કિંચિત્ પણું ભય કે શેક નહિ કરતાં તેથી ઉદાસીન રહેવું એ જ શ્રેયસ્કર છે, પણ આત્મ મર્યાદા મૂકી સંયમથી બેપરવા બની જે તે રીતે પ્રવર્તવું, એ વિચાર, હે મુનિ! તું સ્વપ્નમાં પણ ન ચિતવ. એ તો કેવળ સ્વછંદ છે. સંયમ ભ્રષ્ટ કરી શરીર રહ્યું–ન રહ્યું બંને સરખું જ છે. હવે તે અનંતદુઃખના હેતુભૂત એ શરીર જ ફરી ન ધારણ કરવું પડે એવું કંઈક કર. સાંભળ –
यदा यदा भवेज्जन्मी त्यक्त्वा मुक्तो भविष्यति । शरीरमेव तत्त्याज्यं किं शेषेः क्षुद्रकल्पनैः ॥ २०८ ॥
જેના રાગે જીવ અનાદિકાળથી સંસારી બની અનંત દુઃખને અનુભવી રહ્યો છે, તથા જેના અત્યંત ક્ષયથી અનંત સંસાર દુખેથી મુક્ત થવાય છે, એ કેઈ મુખ્ય પદાર્થ હોય તે માત્ર શરીર જ છે. તે હવે એ શરીરને એક વખત એવું છેડવું જોઈએ કે જેથી ફરી તે ઉત્પન્ન જ થાય નહિ. બાકી બીજી નાની નાની નહિ જેવી ક્ષુદ્ર વાતે તરફ એકાંત ધ્યાન આપવાથી શું સિદ્ધિ છે?
શરીરને સ્વીકાર કરવાથી જીવ નવાં નવાં શરીર ધારણ કરે છે, અને તેથી ઉપેક્ષિત રહેવાથી શરીરથી સહેજે મુક્ત થાય છે. શરીરથી