________________
કેઈપણ પદાર્થ કેઈ બીજા પદાર્થની સાથે કદીપણ તદ્રુપ-તન્મય પરિણામી બની શકતો નથી. પોતપોતાની નિરનિરાળી સત્તાને ધારણ કરી પ્રત્યેક વસ્તુ પિતા પોતાના સ્વભાવ પરિણામે શાશ્વત પરિણમી રહી છે. એ નિયમાનુસાર બે મૂર્તિક પૂતિક પદાર્થોને આપસમાં કદીપણું એકત્વરૂપ મેળ થઈ શકતો નથી તે છે તે અમૃર્તિક વિજ્ઞાનઘન ચૈતન્ય સ્વભાવ યુક્ત છે, અને એ શરીરાદિ મૂર્તિક જડત્વધર્મ યુક્ત છે. તારે તથા તેને એકત્વરૂપ સંબંધ કેમ થશે? એમ થવું ત્રિકાળે અસંભવિત છે. છતાં પણ શરીરાદિની સાથે તારી પરાધિન દશા બની રહી છે, એને કઈ હેતુ હવે જોઈએ. એ હેતુ આનુપૂવકમે અજ્ઞાન દશા યોગે તે ઉપાજેલાં શુભાશુભ કર્મો છે. એને અને તારે અનાદિ કાળથી સંગ સંબંધ ધારાપ્રવાહપણે ચા આવ્યો છે. એથી જ શરીરરૂપ ભયંકર જંજીરથી તું જકડાયો છે. એ શરીરાદિ પર પુગલે કિચિત પણ તારું સ્વરૂપ નથી. તેપણું તું એને અત્યંત પ્રેમી બન્યો છે. અને એ અનિવાર્ય રાગે કરીને તેને તારું સ્વરૂપ માની એ શરીરાદિની સાથે તું તમય પરિણમી બની રહ્યો છે. એ જ અજ્ઞાન ગર્ભિત મેહ વડે કરીને આ સંસારરૂપ ભયંકર વન તારા માટે પરમ દુઃખનું કારણું થઈ રહ્યું છે. અને એ ભયંકર સંસારવનમાં તારા પરિણામે કરીને અનેક પ્રકારે છેદન–ભેદન–મારણુતાડન-શૂલારે પણ આદિ ભયંકર કષ્ટને તે અનુભવી રહ્યો છે. અગર તું કઈ તથારૂપ પરમ પુરુષના બોધને પામીને શરીરાદિ પરત્વેને રાગ વા આત્મીય ભાવના છેડી દે તે સહજ માત્રમાં એ સઘળાં વિપુલ દુખે નિવૃત્ત થાય. તારા દુઃખને ઉત્પાદક તું જ છે. સાંભળ:–
सद्गुरु कहे भव्य जीवनिसों तोडहु तुरत मोह की जेल समकितरूप गहो अपनो गुण करहु शुद्ध अनुभवको खेल पुद्गलपींड भावरागादि इनसें नहि तुम्हारो मेल ए जर प्रगट गुपत तुम चेतन जैसे भिन्न तोप अरु तेल
( ભાષાસમયસાર.) આટલું કહેવા છતાં અજ્ઞાની મેહમૂઢ જીને પ્રેમ એ જડ શરીરાદિ ઉપરથી જરાય હઠત નથી કે મંદપષ્ણુને પામતે નથી.
माता जातिः पिता प्रत्युरापिन्याधी सहोद्गतौ । पान्ते जन्तोर्जरा मित्रं तथाप्याशा शरीरके ।। २०१॥