________________
(૧૯) નિરંતર ભજી રહ્યો છે. એ જડ શરીરે તને અજ્ઞાની અને જડવત્ બનાવી મૂક અથવા તારી નિર્મળ શુદ્ધતાને નાશ કરી તેને મલિન કરી મૂકે. એ ચૈતન્ય શક્તિ રહિત, મૂર્ત અને કેવળ અશુચિ શરીર તારા ઉપર પિતાને પૂર્ણ અધિકાર જમાવી બેઠું છે. અગર તું શ્રી ગુરુકૃપાથી જાગ્રત થાય- સાવધાન થાય તે શરીરની શું શક્તિ છે કે તે તારા ઉપર આમ પિતાને જરાપણ પ્રભાવ વર્તાવી શકે ! તું એમ પણું ન માની બેસીશ કે “હું શરીરથી ભિન્ન થઈ શકીશ જ નહિ” એ શરીર જ વાસ્તવ્યપણે તારાથી કેવળ ભિન્ન છે. પિતાની શક્તિ વડે બે જુદી જુદી વસ્તુઓને જુદી પાડવી, તથા નિજ સ્વાભાવિક સહજ શુદ્ધ ચૈતન્ય દશાને પ્રાપ્ત કરવી એ કઈ મોટી વાત નથી, પરંતુ શક્તિનો પ્રયોગ વાસ્તવિકપણે અને બધયુક્ત દશાએ થ જોઈએ. દેહ અને હું બંને એક જ છીએ” એવી આત્મદુર્દશા તારી જ્યાં સુધી બની રહેશે ત્યાં સુધી તું એનાથી કેઈ કાળે જુદે થઈ શકે એમ નથી. ધિક્કાર છે આ શરીરને કે જે શરીરના સહજ માત્ર રાગયુક્ત પ્રસંગથી વિશ્રમને પામી અન્ય અન્ય ચેતન–અચેતન પદાર્થોમાં સ્વપણુની કલપના કરી એ નિજ મિથ્યા કલ્પનાના ઘેડે, સ્વાર થઈ આ ભયંકર સંસારરૂપ વિષમ અટવીમાં સુખને ઢંઢો અનાદિ કાળથી તું પરિભ્રમણ કરી રહ્યો છે ! છતાં આજ સુધી તું વાસ્તવિક સુખને પ્રાપ્ત થયું નથી.'
આ શરીરમાં અનુરાગ બુદ્ધિ કરી કરી તું નષ્ટ થશે. મહા સિંઘ શરીરને અનિંદ્ય જાણ્યું. પણ સાંભળ –
हा हतोऽसितरां जन्तो येनास्मिंस्तव सांप्रतम् । ज्ञानं कायाऽशुचिज्ञानं तत्त्यागः किल साहसः ।। २.३॥
હે પ્રાણી ! એ અશુચિ શરીરથી મમત્વ કરી તું અત્યંત દુઃખી થઈ રહ્યો છે, હાય ! ઠગાઈ રહ્યો છે, નષ્ટ થઈ રહ્યો છે. પરાધીનતા જન્ય અપાર ભયંકર દુઃખને અનુભવી રહ્યો છે. પણ હવે તે તેને અનંત દુઃખની ખાણ અને મહા અપવિત્ર સમજ. તો જ તારું જ્ઞાન સત્ય જ્ઞાન કહેવાશે. તથા તે પ્રત્યેનું અનાદિ મમત્વ છોડવું એ જ વાસ્તવિક મહાન સાહસ છે.
અનાદિ કાળથી સ્વરૂપને નહિ જાણતાં માત્ર પરને પિતાનું સ્વરૂપ માની તું નષ્ટ ભ્રષ્ટ થઈ રહ્યો છે. શરીર એ કેવળ અશુચિની ખાણ છે,
જ્યારે તું તે મહા પવિત્ર વસ્તુ છે. શરીર પ્રત્યક્ષ જડ છે, પણ તું તે શુદ્ધ-બુદ્ધ ચૈતન્યઘન અને અનંત આનંદનું ધામ છે. તારે અને એ શરીરને પરસ્પર શું સંબંધ છે? જરાય નહિ. તે હવે તે એ અશુચિ