________________
(૧૬)
હે જીવ! જે શરીરના વેગથી તું વારંવાર સ્ત્રીઆદિને અનુરાગી થઈ દુઃખી થઈ રહ્યો છે, તે શરીરાદિ તો તારી સાથે એક ડગલું પણ જતાં નથી. તો એ શરીરાદિને સ્નેહ તું ત્યજ –
स्वार्थभ्रंशं त्वमविगणयंस्त्य त्यक्तलज्जाभिमानः संप्राप्तोऽस्मिन् परिभवशतैर्दुःखमेतत्कलत्रम् । नान्वेति त्वां पदमपि पदाद्विपलब्धोऽसि भूयः
सख्यं साधो यदि हि मतिमान्मायहीविग्रहेण ॥ १९९ ॥ હે મુનિ ! આત્મીય કલ્યાણ સાધ્ય કરવું એ તારું મુખ્ય પ્રજન છે. પણું શરીરના રાગે એ હેતું વિસ્મરણ થવાથી વાસ્તવિક આત્મકલ્યાણું પણું નષ્ટ થયું. છતાં તે નુકશાન તારા ધ્યાનમાં આવતું નથી. ઉલટે લજજા અને અપમાનને પણ નહિ ગણકારતાં રમણીય સ્ત્રીની શોધ ખેાળમાં તું લાગે; કવચિત તે સ્ત્રી મળી ગઈ તે પણ તેના અર્થે અનેક પ્રકારના લજજા–અપમાનાદિ વિપુલ કષ્ટ સહન કરવા છતાં તે સ્ત્રી એક પગલું પણ તને સાથ આપવાની નથી. એમ હોવા છતાં તું એનાથી વિમુગ્ધ ચિત્ત બની રહ્યો છે, એનું શું કારણ? તારી આટલી બધી આત્મીય દુર્દશા શાથી થઈ? એ તને ખ્યાલમાં આવે છે? અમને તે સ્પષ્ટ લાગે છે કે માત્ર એક શરીરના રાગથી. જે તારામાં છેડે પણ સદ્દબુદ્ધિને અંશ હોય તો તે શરીરને કિંચિત્ પણ રાગી ન થા.
શરીર ઉપરને અનુરાગ ધીરે ધીરે ક્ષીણું કરવાથી એ અનુરાગજન્ય પાપ કર્મો પણ ધીરે ધીરે ક્ષીણ થશે. અંતે ક્રમે કરીને શરીરને સંબંધ પણ આત્યંતિકપણે નષ્ટ થઈ સર્વ આપત્તિને નાશ થશે. - જ્યાં સુધી અજ્ઞાન– મેહ વતે છે, ત્યાં સુધી શરીર, લક્ષ્મી તથા સ્ત્રી પુત્રાદિ પ્રત્યે રાગ રહ્યા કરે છે. કારણુ જીવે મેહમુગ્ધ બની તેને પિતાનું સ્વરૂપ માની રાખ્યું છે. એટલે તે શરીર, લક્ષમી, સ્ત્રી પુત્રાદિની સાર-સંભાળમાં આખી જીંદગી નિષ્ફળપણે વ્યતીત કરે છે. શું તારે તે જડ પદાર્થોની સાથે એકત્વપણારૂપ મેળ કદી પણ થ સંભવિત છે?
न कोऽप्यन्योऽन्येन व्रजति समवायं गुणवता गुणी केनापि त्वं समुपगतवान् रूपिभिरसौ । न ते रूपं ते यानुपव्रजसि तेषां गतमतिस्ततच्छेद्यो भेद्यो भवसि बभवहुदुःखे भववने ॥२०॥