________________
( ૧૭૨ )
जो पद भवपद भय हरे, सो पद सेव्य अनूप; जिसपद फरसत और पद, लगे आपदा रूप.
(ભાષા સમયસાર) પરિભ્રમણના ભય
જન્મ મરણુરૂપ અનંત દુઃખપ્રદ અનાદિ ભવ હરનાર એવા અનુપમ પદ્મનું તું પ્રીતિ પૂર્વક સેવન કર! જે પદને જીવને સહેજ માત્ર સ્પર્શ થતાં જગતનાં ખીજા' વિનાશી અને પરાવલ'ખી પદો કેવળ આપનારૂપ અનુભવાશે. અને અંતે ક્રમે કરી કેવળ વિશુદ્ધ જ્ઞાનાન રૂપ સ્વસ્વભાવના શાશ્વત્ અનુભવ કરતા અનંત અતીન્દ્રિય સુખમાં તું નિમગ્ન થઈશ.
એ આનંદ ત્યાં સુધી તને નથી મળી શકતા કે જ્યાંસુધી તું તારા શરીર ઉપર પ્રીતિ કરી મૂઢ ખની રહ્યો છે. શરીર ઉપરના રાગ એ પરમાનંદ દશાના વિઘાતક છે. અને શરીર ઉપર જ્યાં સુધી જીવને રાગ વતે છે, ત્યાં સુધી તે (શરીર) આત્માને અમાધિત રાખીને કયાંથી છૂટે?
अनेन सुचिरं पुरा त्वमिह दासवदाहितस्ततोऽनशनसामिभक्त रसवर्जनादिक्रमैः ।
क्रमेण विलयावधि स्थिरतपोविशेषैरिदं कदर्यय शरीरकंरिमिवाद्य हस्तागतम् ।। १९४ ।।
એ શરીરે જ તેને અનંત કાળ સુધી આ જગતમાં ગુલામની માફક ભમાન્યા છે. ઉપવાસ, અલ્પાહાર, રસ પરિત્યાગાદિ વિધિરૂપ તપમાં પ્રવર્તી નિરંતર ક્રમે ક્રમે હવે તેા એને ક્ષીણુ કર! જેમ કોઇ ઘણી મહેનતે અને અચાનક હાથમાં આવેલા શત્રુને ક્ષીણુ કરે, તેમ તું પણ ઘણી મહેનતે અને અચાનક હાથમાં આવેલા મનુષ્ય શરીરને સમ્યક્ પ્રકારે ક્ષીણુ કર! કારણ એના સંબંધથી જ તું અનેક ભવામાં કદર્શિત થયા છે–દુ:ખી દુ:ખી થયા છે. અને વમાનમાં પણ એના સંગજનિત દુઃખને તું પ્રત્યક્ષ અનુભવી રહ્યો છે. જ્યાં સુધી એ શરીરના સથા નિીજ નાશ ન થાય, ત્યાં સુધી તેને તું ક્ષીણુ કરી તારા એ દુષ્ટ શરીર ઉપરના પૂરા બદલે લઈ લે; અથવા તું એને એવું ક્ષીણુ કર કે જેથી એ તારા કરતાં અધિક મળવાન ન થાય. અગર જે તે તારાથી વિશેષ મળવાન થયું તેા ઇંદ્રિય તથા મનદ્વારા એ દુષ્ટ શરીર તને વિષય કષાયાદિમાં ફસાવી નષ્ટ ભ્રષ્ટ કરી નાખશે. તારી અમૂલ્ય સ્વાધિનતાને લૂટી અનંત કાળને માટે તને પરાધીન અનાવી મૂકશે.