________________
(૧૮) લાભાદિને તું ઈચ્છે છે, તેથી મને તે સમજાય છે કે તું વિવેક શૂન્ય નિબુદ્ધિમાન છે. કારણ કપરૂપી સુંદર ફળાઉ વૃક્ષનાં કુમળાં ફૂલને છેદી તું રાજી થાય છે. પણ એથી મધુર રસયુક્ત સ્વર્ગાદિ અભ્યદયરૂપ પકવ ફળને કયાંથી પામીશ.
જેમ કેઈ ઘણા કાળ સુધી અતિ કષ્ટ વેઠી ઘણી મહેનતે સુંદર વૃક્ષને ઉછેરે. સૃષ્ટિક્રમના નિયમાનુસાર પુપપત્રાદિ થઈ પછી ક્રમે કરી તેમાંથી સુંદર ફળે નિપજે, પણ જે મૂઢબુદ્ધિ તે પુષ્પ પત્રાદિને છેદી અંગીકાર કરે– ખુશી થાય તેને એ વૃક્ષનાં મધુર અને મિષ્ટ ફળની , પ્રાપ્તિ કયાંથી થાય? ન જ થાય.
શાસ્ત્રાભ્યાસ તથા તપશ્ચરણનું ઈહલોકીક ફળ લાભ, પૂજા, ખ્યાતિ, માન આદિ છે. ભક્ત જીવે તેના મરથ સાથે અથવા રિદ્ધિ ચમત્કારાદિ ઉત્પન્ન થાય, લેકમાં મહંતતા, પૂજ્યપણું એ આદિ પૂજા પ્રતિષ્ઠા વધે એ આદિ ફળ તે આલોકમાં સહેજે પ્રાપ્ત થાય છે. કેટલાક સમય વીત્યે એથી સ્વર્ગાદિ અસ્પૃદયની પણ વિના પ્રયાસે કે વિના ઈચ્છાએ
સ્વયં પ્રાપ્તિ થાય છે. પણ જે સાધુ પિતાની પૂજા, ખ્યાતિ, લાભાદિ ઈચ્છાપૂર્વક–અનુરંજિતચિત્તે અંગીકાર કરે, રિદ્ધિ ચમત્કારાદિ ઈચ્છ, પિતાના અનુયાયીઓ પાસેથી કંઈ પણ મેળવવા ઇછે, તેમનાં આપેલાં ધનાદિને અંગીકાર કરે, અથવા એ મળતાં સંતુષ્ટ ચિત્ત થાય, માનપૂર્વક મહંતપણું લેકમાં ગણવા ઈચ્છે, વા પિતાનું મહંતપણું લેકમાં પ્રસિદ્ધિમાં આવતાં હર્ષચિત્ત થાય તેવા વિવેકશૂન્ય વિકલચિત્ત સાધુ તથારૂપ પ્રારબ્ધોદય હોય ત્યાં સુધી માત્ર સંસારીક કિંચિત સુખરૂપ ફળને પામીને પરમ શાશ્વત સુખરૂપ વાસ્તવ્ય ફળથી વંચિત રહે છે. હે મુનિ ! શાસ્ત્રાભ્યાસ તથા તપશ્ચરણાદિ પરમ સાધન કરીને તું લાભ, પૂજા આદિને અભિલાષી ન થા! અને સર્વોત્કૃષ્ટ પ્રાપ્ત મુનિ પદને મલિન ન કર ! એ લાભ પૂજા આદિ તે વિના ઈચછાએ કે વિના વ્યાકુળતાએ સ્વયમેવ પ્રાપ્ત થાય છે. તે પછી આત્મપરિસંતુષ્ટ મુનિ તેને કેમ વાંછે? વળી ઈચ્છા એજ મૂળમાં દુઃખ છે. અમૃતસાગરના અવલોકન સુખને મુકી અનંત વ્યાકુળતાના સ્થાનરૂપ એવા એ ઈચ્છારૂપ દુઃખને બુદ્ધિમાન વિવેકી સાધુ તે ન વહેરે.
જ્ઞાન અને તપનું વાસ્તવિક ફળ –
तथा श्रूतमधीष्व शश्नदिह लोकपंक्तिं विना शरीरमपि शोषय प्रथितकायसंक्लेशनैः।