________________
કર ! સત્ય ધર્મના સાધનથી અનંતર પરંપર સુખ જ છે. અને એમ જ પ્રવર્તવું એ જ સુવિચાર દષ્ટિ છે.
હવે જન્મ એ પણ મરણુ તુલ્ય છે એમ આગળ ગ્રંથકાર કહે છે – मृत्योर्मृत्य्वन्तरप्राप्तिरुत्पत्तिरिह देहिनाम् । तत्र प्रमुदितान्मन्ये पाश्चात्त्ये पक्षपातिनः ॥ १८८॥
આ સંસારમાં દેહધારી પ્રાણીઓને એક મરણથી અન્ય મરણની પ્રાપ્તિનું નામ જન્મ માનવામાં આવે છે, તેને જેઓને હર્ષ થાય છે તેઓને હું મૃત્યુના જ પક્ષપાતી સમજું છું.
પુત્રાદિના જન્મથી હર્ષ કરીએ છીએ અને તેમના મરણથી શેક કરીએ છીએ. હર્ષના કારણરૂપ એ પુત્રાદિનો જન્મ તે પણ ખરેખર તેમનું મરણ જ છે. કારણ આયુષ્ય નાશનું નામ મરણ છે, તે આયુષ્ય સમય સમય વિષે ઘટે છે. તેથી નિરંતર આયુષ્યને સમયે સમયે થતો વ્યય તે જ મરણ છે. ફેર માત્ર એટલો કે તે પૂર્વ પર્યાય સંબંધી મરણ છોડી નવીન પર્યાય સંબંધી મરણ ધારણ કરે છે. એવા મરણ યુક્ત જન્મને હર્ષ માનવે એ ખરેખર મરણને જ પક્ષપાત છે, અનુરાગ છે. જેમના પ્રતિપળે થતા મરણને તથા મરણ યુક્ત જન્મને મૂઢષ્ટિ જીવને અનુરાગ છે, તે પછી એ પુત્રાદિથી પ્રેમ છે, હિત સંબંધ છે એમ કેમ મનાય? - દીર્ઘ આયુષ્યધારી ઈંદ્ર ચંદ્રાદિ દેવે પણ મરણને શરણ થાય છે, તે પછી કીટક તુલ્ય અશક્ત અલ્પાયુષી મનુષ્ય પ્રાણું મરણને શરણ થાય એમાં શું આશ્ચર્ય ! પ્રિય જનના મરણ પાછળ વ્યર્થ દુઃખ નહિ કરતાં જેથી એ વારંવાર થતું અનાદિ મૃત્યુ ટળે એ કઈ પ્રયત્ન કર ! મરણુ યુક્ત જન્મને હર્ષ અને જન્મ યુક્ત મરણને શેક એ બંને ખરેખર ભ્રાંતિ છે. એવી ભ્રાંતિ યુક્ત પ્રવૃત્તિ હે ભવ્ય! તને ન શોભે.
એવી મિથ્યા બ્રાંતિ જેની નથી તૂટી તેનું જ્ઞાન સંયમાદિ અનુષ્ઠાન આત્માથે પ્રવર્તતું નથી.
अधीत्य सकलं श्रुतं चिरमुपास्य घोरं तपो यदिच्छसि फलं तयोरिह हि लाभपूजादिकम् । छिनत्सि सुतपस्तरोः प्रसवमेव शून्याशयः कथं समुपलप्स्यसे सुरसमस्य पक्वं फलम् ॥ १८९॥
હે મુનિ ! સર્વ શાઆભ્યાસ કરીને તથા ચિરકાળ સુધી ઘેર અને વિકટ તપ કરીને તેના ફળમાં આ લોકનાં માન, પૂજા, ખ્યાતિ અને