________________
(૧૫)
તેટલા વિપુલ પ્રયને પણ જીવનાં થતાં નથી. અને તેથી મેહમૂઢ વિવેકશૂન્ય જીવના ચિત્તમાં વ્યાકુળતા ઉત્પન્ન થાય છે. પરિણામની વ્યાકુળતા એ જ દુઃખ છે. તેથી અનંત આકુળતાના કારણુરૂપ એ સમસ્ત પરદ્ર તથા તેની ઈચ્છા માત્ર છોડી વાસ્તવ્ય નિરાકુળ થવું એ જ સુખ છે આવી દશા પ્રાપ્ત થયે જીવ વર્તમાનમાં પણ સુખી છે. તેમ આગામી કાળમાં પણ તેનું ફળ સુખ જ છે. વળી પર પદાર્થોના ગ્રહણથી વા ગ્રહણને અર્થે વ્યાકુળતા થવી એ જ દુઃખ છે. અને એવી દશા થયે જીવ વર્તમાનમાં પણ દુઃખી છે તથા ભાવિમાં પણું તેનું ફળ પરમ દુઃખ જ છે.
વિષયાદિ સુખને સેવવા વાળા જીવે પરલેકમાં દુઃખી થાય છે, એમ શાસ્ત્રકારે ત્યારે શાથી કહેતા હશે? કારણ તમે કહે છે તેમ સુખને સેવન કરવા વાળા છે સુખી જ થવા જોઈએ.
હે ભાઈ! એ જ ખરેખર સુખને સેવતા જ નથી. પણ એમ કરી માત્ર દુઃખને જ ઉદેરે છે–અનુભવે છે. તૃષ્ણ અને વ્યાકુળતા પૂર્વક વિષય સેવન થાય છે ત્યાં દુઃખ જ છે અને તેનું ફળ પણ દુઃખ જ છે. ભેગભૂમિયા અને ઈંદ્રાદિ દેવને આલેકની અપેક્ષાએ ઘણાં વિષય સુખે છે. પરંતુ તેઓને પ્રાયે તૃષ્ણ શેડી હોવાથી વ્યાકુળતારૂપ દુઃખ પણ પ્રાયે થોડું થાય છે. અને તેથી ભાવિમાં પણ તેઓ કુગતિને પ્રાપ્ત થતા નથી. પણ એક રંક મનુષ્ય વિષય સુખ નથી ભગવતે છતાં તૃષ્ણ અને તજન્ય વ્યાકુળતારૂપ દુઃખ અતિશય અનુભવતે ભાવિમાં પણ નર્માદિક અત્યંત દુઃખને પ્રાપ્ત થાય છે.
વળી તપશ્ચરણાદિ કષ્ટને સહવાવાળા જ પરલેકમાં સુખી થાય છે, એમ શાસ્ત્રકારે શાથી કહેતા હશે? કારણું દુઃખનું ફળ દુઃખ જ હેય એમ આપ કહે છે.
તપશ્ચરણાદિ કષ્ટનું ફળ સુખ છે એમ કહ્યું હોય ત્યાં કષ્ટનુ ફળ સુખ છે એમ ના સમજવું. કષ્ટનું ફળ તે કષ્ટ જ હોય એ સિદ્ધાંત છે. પણ કષ્ટ કહેવું કેને? એ જ એક વિચારણીય પ્રશ્ન છે. સાંભળ– “વ્યાકુળતા એ કષ્ટ અને નિરાકુળતા એ અકષ્ટ અર્થાત્ સુખ” એ સ્વાનુભવી નિગ્રંથ પુરુષની પ્રધાન વાખ્યા શું તું ભુલી જાય છે? તપશ્ચરણાદિ કષ્ટનું ફળ સુખ કહ્યું ત્યાં જરા સૂક્ષ્મદ્રષ્ટિથી તું વિચારે તે સમજાશે કે-કચ્છનું ફળ સુખ નહિ પણ સુખનું ફળ જ સુખ કહ્યું છે. સંસાર દશામાં ઈષ્ટાનિષ્ટ પદ્ધવ્યના ગ્રહણત્યાગની અનંત ઈચ્છાઓ શ્રાંતિગત પરિણામે ઉદ્દભવ થઈ જીવને અનંત વ્યાકુળતારૂપ દુઃખ