________________
(૧૬૪)
બળી રહ્યો છે, અનાદિ કાળથી દુઃખી દુઃખી થઈ રહ્યો છે, પણ મેહમૂઢ દશાને લઈને તે દુઃખ તેના ખ્યાલમાં આવતું નથી. અને નિરંતર અનાદિ મૂઢ પરિણામોમાં સતત વહ્યો જાય છે. પર વસ્તુ પ્રત્યેની ઈષ્ટનિષ્ટ કલ્પના જ એ સઘળા દુઃખનું મૂળ છે. કારણ એથી જ હાનિ લાભાદિ પરિણામ જીવને થયા કરે છે. જે સર્વ દુઃખનું મૂળ છે. એ પર વસ્તુ પ્રત્યેના હાનિ લાભાદિ મિથ્યા પરિણામ વિચારી વિચારીને વિવેકપૂર્વક જીવ ક્ષીણ કરે તે સહેજે સુખી થાય.
જે આ લેકમાં સુખી વા દુઃખી હોય છે તે પરલોકમાં પણ સુખી વા દુઃખી થયા કરે છે –
सुखी सुखमिहान्यत्र दुःखी दुःखं समश्नुते । सुखं सकलसंन्यासो दुखं तस्य विपर्ययः ॥ १८७ ॥
આ લેક વિષે જે સુખી છે, તે પરલોકમાં પણ સુખને જ પ્રાપ્ત થાય છે. તથા આ લેક વિષે જે દુઃખી છે તે પરલોકમાં પણ દુઃખને જ પ્રાપ્ત થાય છે. સર્વ પર વસ્તુના ગ્રહણનો ત્યાગ એ જ વાસ્તવિક સુખનું કારણ છે. અને પર વસ્તુનું કિંચિત માત્ર પણ ગ્રહણ તે જ દુઃખ છે.
કેઈ જવ એમ બ્રમ કરે કે-પ્રાપ્ત વર્તમાન સુખ છેડી પરલોકના સુખની ઈચ્છાએ દુઃખ સહન કરવું એ શું યોગ્ય છે? પરલેક તે પરોક્ષ છે, ન માલુમ ત્યાં શું હશે? અપ્રાપ્ત અને વળી પક્ષ સુખની આશામાં પ્રાપ્ત અને પ્રત્યક્ષ સુખ છેડી દુઃખ શા માટે વેઠવું? એવા ભ્રમ બુદ્ધિ જીવને દયાળુ ગુરુ સમજાવે છે કે-હે જીવ! જે અહીં દુઃખી છે, તે પરલેકમાં પણ દુઃખને જ પામશે. તથા જે આલોકમાં સુખી છે, તે પરલેકમાં પણ સુખી જ થશે.
પ–જે એમ જ હોય તે પછી વિષયાદિ સુખને સેવન કરવાવાળા પરલોકમાં દુઃખને પામે છે, અને તપશ્ચરણાદિ દુઃખ સહન કરવાવાળા છે પરલોકમાં સુખને પ્રાપ્ત થાય છે એમ શાસ્ત્ર વિષે વારંવાર પ્રતિપાદન કરવામાં આવે છે, તેનું શું કારણ? - ઉત્તર–હે ભવ્ય! તું બાહ્ય સામગ્રીથી સુખી દુઃખી થવાપણું માને છે, એ જ તારે અનાદિ ભ્રમ છે. વાસ્તવિક તે એમ છે કે આકુળતા રહિત પરમ શાંત પરિણામ એ જ સુખ અને આકુળતા સહિત પરિણામ એ જ દુઃખ. મહયુક્તપણે પારદ્રવ્ય ગ્રહણ કરવામાં જીવને વ્યાકુળતા થાય છે; કારણું મેહી જીવ પરદ્રવ્યને ગ્રહણ કરી પિતાનાં કરવા મથે છે. પણ સ્વસ્વભાવે પરિણમન કરી રહેલાં એ પરદ્રવ્ય કેઈ કાળે ગમે