________________
विभयमरणे भूयः साध्यं यशः परजन्म वा
कथमिति सुधीः शोकं कुर्यान्मृतेपि न केनचित् ॥ १८५॥
મરણ અતિશય અલંગ, અમીટ, અને અનિવાર્ય છે. પિતાથી પ્રત્યક્ષ ભિન્ન સ્ત્રી પુત્રાદિનું મરણ થતાં તેમને પિતાનાં માની તે અર્થે જે જીવે રડે છે, વિલાપ અને અતિ આક્રંદ કરે છે, શોકમાં ગરકાવ થાય છે, તે જ પિતાને મરણ સમય આવતાં તેવી જ રીતે અતિશયતા પૂર્વક રતા રતા અને આક્રંદ કરતા મરણ પામવાના. શાંતિ અને નિર્ભયતા પૂર્વક થતા મરણથી આ લેકમાં યશ અને ઉત્કૃષ્ટ પરલેકની પ્રાપ્તિ થાય છે, પણ શાંતિ અને નિર્ભયતા યુક્ત મરણ એવા મૂર્ખ જીને કયાંથી થાય? સદ્દબુદ્ધિમાન જીવને ઉચિત છે કે-માત, પિતા, સ્ત્રી, પુત્રાદિ કુટુંબી જનેના મરણ પાછળ મેહઘેલા બની શેક નિમગ્ન ન થાય. હે જીવ! એક ઈષ્ટ જનના વિયોગથી તને શેક, કલેષ અને કલ્પાંત થાય છે, તો પછી પિતાના મરણ સમયે તે સર્વ ઈષ્ટજને અને મહેલ, મહાલય, દ્રવ્ય આદિ પ્રિય પદાર્થોને સર્વસ્વપણે વિગ થવાને છે, તે કાળે નિર્ભયતા યુક્ત પરમ શાંતિ તને કયાંથી રહેશે? આ લોકમાં યશ અને પરલેકમાં ઉત્કૃષ્ટ પદની પ્રાપ્તિનું કારણ તે તે નિર્ભયતાયુક્ત વાસ્તવિક શાંતદશા છે. હે મૂર્ખ ! એક ઈષ્ટ જનની ખાતર પરમ સમાધિ મરણુરૂપ અમૂલ્ય સર્વ શ્રેય કેમ ગુમાવે છે? તું જે શેક અને આક્રંદ કરે છે, એથી શું તને તે ઈષ્ટ જનની પ્રાપ્તિ થઈ શકે એમ છે? અવિશ્રાંત નિયમની સતત્ ધારાપ્રવાહ વહી રહેલા આ અનાદિ અનંત વિશ્વરૂપી ગહન વનમાં તારું રુદન અને આક્રંદ કેણુ સાંભળે છે? સ્વકર્મ પારધી કાલરૂપી બલથી પ્રેરિત થઈ જ્યાં કોઈ રક્ષક નથી એવા સંસારરૂપી ભયંકર વનમાં આવી પહોંચે છે, ત્યારે શક્તિહીન મેહઘેલે મૂર્ખ મનુષ્ય મારું ઘર મેં..) મારે પુત્ર (મું) મારું દ્રવ્ય (મેં...) મારું માન સન્માન (મું) એમ અસ્તવ્યસ્ત વ્યાકુળચિત્ત થયે થકો પશુની માફક મેં-મેં-મેં કરતે મૃત્યશૈય્યામાં ચિરકાળને માટે સૂઈ જાય છે. પ્રત્યક્ષ મૃત્યુથી ક્ષીણ થતા આયુષ્યના મોટા મોટા ટુકડા રાત્રી દિવસના રૂપકમાં ખંડ ખંડ થઈ હમેશાં નજર ઉપર આવે છે છતાં મૂર્ખ મનુષ્ય પોતાને સ્થિર સમજ અન્ય સંબંધી જનેને વ્યર્થ ખેદ કલ્પાંત કરે છે એ ઘટના સખેદ આશ્ચર્ય પમાડે છે.
१ मोहमगन आतमगुन भूलत, परी तोहि गलजेला में...में...करत चहूगति होउत, बोलत जैसे छेला
(કવિવર–બનારસીદાસ.)