________________
( ૧૨૮ )
એ ભણીની એક રીતે નિરાંત છે. ફલિતાર્થ એ છે કે દાતાર થવાની ઈચ્છાથી પણ ધનવાન થવા ચાહવું એ જીવની માત્ર અણુસમજણુ છે, લાલ અને માનની તીવ્રતા છે. કાઈ પ્રારબ્ધ કમ યાગથી લાભાંતરાય ક'ના ક્ષયાપશમથી સહેજે સ્વયમેવ ધનવાનપણું પ્રાપ્ત થયું હાય અને તે સર્વોસ`ગ પરિત્યાગ ન કરી શકે તે તેવા જીવને દાન દેવામાં જેટલા ત્યાગ અવિષમ ભાવે તે કરી શકે તેટલે ત્યાગ કરવા પૂર્વ મહાપુરુષોએ ઉપદેશ્યું અર્થાત્ દાન ધર્મનું પ્રતિપાદન કર્યું. પણ એને અથ એમ નથી કે દાન દેવાના બહાને પણ લેાભ અને માનના વેગે તણાઇ માત્ર ધન જ રમ્યા કરી જીંદગીને પૂરી કરવી. એમ કષાયની વ્યાકુળતામાં નિર'તર દુઃખી થવા કરતાં તે નિલેÎભ પરિણામને દૃઢ કરી અનાકુળતારૂપ પરમ શાંત પટ્ટને-નિજ પદ્મને અનુભવવું એજ શ્રેષ્ઠ છે.
-
ધન પ્રાપ્ત કરી તેના વળી દાન દઈ ત્યાગ કરવા તે પણ લાભ કષાયને ઉપશમાવવા અર્થે જ છે, તેા પછી પ્રથમથી જ તેને પ્રાપ્ત કરવાની કડાકૂટ કરવા કરતાં એ નિલેÎભ પરિણામને કાં ન દઢ કરવા? એ તેા ઉલટું પ્રથમના કરતાં વધારે સહેલું કાય છે. હાથ અગાડીને પછી ધાવાની માથાફેાડમાં પડવું તે કરતાં પ્રથમથી હાથને સ્વચ્છ રાખવાની સાવચેતીમાં રહેવું એ શું વધારે ઈષ્ટ નથી!
તું કહે છે કે “દાન દેવા માટે ધન મેળવું” પણ હજી તને એ આશારૂપ ગંભીર ખાઇની અગાધતા અને અથાહુતાની ગમ જ નથી. સાંભળઃ—
आशाखनिरतीवाभूदगाधा निधिभिश्व या ।
सापि येन समीभृता तत्ते मानधनं धनम् ।। १५६ ॥
આશારૂપ ખાણુ નિધિએથી પણ અતિશય અગાધ છે. વળી એ એટલી બધી ગહન અને વિશાળ છે કે જે ત્રૈલેાકયની સમસ્ત વિભૂતિથી પણ ભરાવી અસભવ છે, માત્ર એક આત્મગૌરવ-આત્મ મહત્તારૂપ ધનવડે સહેજમાં તે ભરાય છે, કે જે હજારા પ્રકારની તૃષ્ણારૂપ દુઃખદ વ્યાકુળતાને શમાવવામાં એક અદ્વિતિય અમેઘ આષધ છે.
ધનાદિની વાંચ્છા એ જ આશા છે. એ આશારૂપ ખાણુ નવનિષિએથી પણ અથાહુ છે. કારણ નિધિમાં ધનાદિ ઇષ્ટ સામગ્રી કાઢતાં પણ નિધાન ખૂટતું નથી, દૈત્રવશાત્ કદાચિત્ તે પણ ખૂટી જાય, પરંતુ એ આશારૂપ ખાણુમાં એટલી બધી અત્રુટક ધનાદિની વાંચ્છા વર્તે છે કે જેના થાતુ પણ પમાતા નથી અર્થાત્ નવિનિધ મલવા છતાં પણ તે તે વધુ ને વધુ પ્રજ્જવલિત થાય છે, ઊડી જાય છે. તેથી