________________
(૧૫૦)
ज्ञानस्वभावः स्यादात्मा स्वभावावाप्तिरच्युतिः ।
तस्मादच्युतिमाकांक्षन् भावयेज्ज्ञानभावनाम् ॥ १७४ ।। ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય એ પદાર્થોનું સામાન્ય લક્ષણ છે. સર્વ પદાર્થ અંતર્ગત જીવ પણું એક દ્રવ્ય વા તત્વ છે. તેને પણ સામાન્ય સ્વભાવ તે એ જ છે. વળી દયા, દાન, ત્યાગ, તપ એ સર્વ કલ્યાણાથી જ સાધી રહ્યા છે, એ પણ એક સામાન્ય પ્રવૃત્તિ છે. પણ એ સર્વથી કેઈ નિરાલી ઓળખ જીવ તત્વની જે જીવને થાય તો તે વાસ્તવિક સત્ય માગે એકનિષ્ટપણે સમ્યક્ પ્રકારે પ્રવર્તી શકે.
જ્ઞાન એ જીવને અસાધારણ સ્વભાવ છે. તથા તે નિજ સ્વભાવ વિનાશ રહિત છે. વિવેકી આત્મા એ અવિનાશી દશાને ઈચ્છતાં નિરંતર તે જ્ઞાન ભાવના આરાધે તે ક્રમે કરી કેવળ જ્ઞાનમય બની જાય. આત્માના અસ્તિત્વને લક્ષણકપણે સુચવનારે-જીવની વાસ્તવિક અનુભૂતિ કરાવનાએ જ્ઞાન સ્વભાવ છે. તેને હે પ્રિય ભો! તમે નિરંતર આરાધે. એથી જ સર્વ પરદ્રવ્યથી ભિન્ન આત્માના અસ્તિત્વને નિશ્ચય થાય છે.
વસ્તુના અસ્તિત્વ ગુણને લઈને તેના મૂળ સ્વભાવને અભાવ થતો નથી. કારણ લક્ષને જો નાશ થાય તે લક્ષણનું અસ્તિત્વ ક્યાંથી રહે? વળી કઈ પુરુષ પિતાના ધનને માલિક થઈ પ્રવર્તે તો તેની હરહમેશ એક જ પ્રકારની દશા પ્રવર્તી પરંતુ પરધનને ધણી થઈ પ્રવર્તે તો તેની સદાય એક જ પ્રકારની દશા ન રહે. તેમ આત્માને વાસ્તવિક મૂળ સ્વભાવ જ્ઞાન છે, જીવ પોતે પોતાના જ્ઞાન ગુણને સ્વામિ થઈ પ્રવતે તે પછી બાહ્ય પદાર્થો ગમે તેમ પરિણમે પણ “હું તે માત્ર તેને ગમે તે સ્થિતિ અને સંજોગોમાં જ્ઞાતા દષ્ટા છું” એવી સમ્યક પ્રકારે ભાવના રાખે તો તેની અવિનાશી દશા રહે છે. જ્ઞાતાદ્રષ્ટાપણું એ જીવને નિજ ભાવ છે. અવિનાશી એવા નિજ ભાવના પરિચયથી જીવ અવિનાશી પણાને પ્રાપ્ત હેય છે, તેમ વિનાશી એવા પર પદાર્થોના પરિચયથી જીવ વિનાશી દશાને અનુભવે છે. નિજ શુદ્ધ સ્વાભાવિક જ્ઞાતાદ્રષ્ટારૂપ અવિનાશી ભાવને પરિચયી થયે તેની દશા બીજા અન્ય પ્રકારે શી રીતે પલટાય?
જે જીવ પર દ્રવ્યને સ્વામિ થઈ પ્રવર્તે, શરીર, ધન, સ્ત્રી, પુત્રાદિ સર્વ પિતાપિતાના સ્વભાવરૂપ પરિણમે અને આ જીવ તેને પોતાના જાણે અરે એ જ સર્વ હું છું એમ પ્રતીત કરે તે તેની જ્ઞાનદશા નિરંતર અવિનાશી પણે કયાંથી રહે? પિતે એ શરીરાદિ સર્વ અન્ય પદાર્થોને સ્વામી છે એમ પ્રતીતિ હેવાથી–તે પર પદાર્થો પલટાતાં પોતાની અવસ્થા પણ