________________
છૂટતાં નથી ત્યાં સુધી વસ્તુઓના ગ્રહણ કરવાથી તથા તેના ત્યાગ કરવાથી એમ બંને પ્રકારે કર્મોને બંધ તથા તેને યથાકાળે ઉદય થયા જ કરે છે. કારણ અજ્ઞાન અને બુદ્ધિના વિભ્રમ યેગે વસ્તુઓના ગ્રહણ અને ત્યાગ બંનેમાં રાગદ્વેષ જાજવલ્યમાન બનેલે પ્રવર્તી રહ્યો છે.
વેણન એટલે બંધાવું, ઉષ્ણન એટલે છૂટવું. એ બંને વાતો ત્યાં સુધી બની રહે છે કે જ્યાં સુધી ચિત્તમાં રાગદ્વેષ વા ઈછાનિષ્ટ ભાવના પૂર્વક વસ્તુઓને ગ્રહણ ત્યાગ થયા કરે. અને એને જ જ્ઞાની પુરુષે સંસાર પરિભ્રમણ કહે છે. પ્રત્યેક વસ્તુઓના છેડવા-ધરવાની ચિંતામાં નિમગ્ન રહેવું, મૂઢ બની કર્મ બંધનથી જકડાવું, ઉદય કાળ પ્રાપ્ત થતાં અત્યંત મેહમુગ્ધ ઉન્મત્ત બની દુઃખી થવું અને ઈતસ્તતઃ ભવના પ્રકારે વહ્યા કરવું અર્થાત્ જન્મમરણાદિ ધારણ કર્યા કરવાં એનું જ નામ ભવપરિભ્રમણ છે.
જેમ દહીં મંથન કરવાની ગેળીમાં રહેલા વાંસની રસ્સીના બંને છેડામાંથી એકને પિતા ભણું ખેંચે છે, ત્યારે બીજાને ઢીલું મૂકે છે.
જ્યાં સુધી એ પ્રકારે કરવામાં આવ્યા કરે ત્યાં સુધી ચક્કરે ચઢેલે તે વાંસ કદી પણ સ્થિરપણુને પામતે નથી. એને ખેંચવામાં તેમ ઢીલા કરવામાં બંને પ્રકારે બળ ખર્ચવું પડે છે. છતાં વાંસ તે સ્થિર થતો જ નથી. તેમ અજ્ઞાન અને મૂઢતા પૂર્વક વસ્તુને ગ્રહણ કરવામાં તેમ તેને ત્યાગ કરવામાં એમ બંને પ્રકારે આત્મવીર્ય ખર્ચવું પડે છે. છતાં આત્મપરિણામ કદી સ્થિર કે શાંત થતાં નથી. ખરી વાત તો એ છે કે જે તે વાંસને સ્થિર કરે હોય તો તેને બાંધેલી બંને છેડાવાળી રસ્સીને છેડી દૂર કરવામાં આવે, અને તો જ તે વાંસ સ્થિર થાય. તેમ જીવ જેટલી એ પરવસ્તુના ગ્રહણ ત્યાગની સાવધાનતા રાખે છે તેટલી પિતે રસપૂર્વક ગ્રહણ કરી રાખેલા રાગદ્વેષમય વિકલપના ત્યાગની સાવધાનતા રાખે તે સહેજે આત્મપરિણામ સ્થિર અને શાંત થાય.
એજ વાત ગ્રંથકાર આગળ કહે છે – मुच्यमानेन पाशेन भ्रान्तिर्वन्धश्च मन्थवत् ।
जन्तोस्तथासौ मोक्तव्यो येनाभ्रान्तिरबन्धनम् ॥ १७९ ॥ રાગદ્વેષની માત્રા આત્મામાં જ્યાં સુધી બની રહે છે ત્યાં સુધી કર્મબંધન છુટવાના અવસરે પણ રાગદ્વેષ વશીભૂત થઈ તે બંધાયા જ કરે છે. અર્થાત્ કર્મબંધન છૂટવા માત્રમાં વાસ્તવિક કલ્યાણ નથી. કારણું બંધનું મૂળ કારણ રાગદ્વેષ મોજૂદ છે. એક બંધનની નિવૃત્તિ