________________
(૧૫૨) કરે છે. જ્ઞાની જીવને જ્ઞાન વિના અન્ય ફળની ચાહના આશ્ચર્ય પમાડે છે. જેમ ભૂતાવિષ્ટ પુરુષની ચેષ્ટા આશ્ચર્યતાયુક્ત ભાસે છે, તેમ મહી જીની ચેષ્ટા જ્ઞાની પુરુષને સખેદ આશ્ચર્યતા યુક્ત પ્રતિભાસે છે. શ્રુતજ્ઞાનની નિર્મળ આરાધનાથી થતું ફળ – शास्त्राग्नौ मणिवद्भव्यो विशुद्धो भाति निर्वृतः।।
अङ्गारवत् खलो दीप्तो मली वा भस्म वा भवेत् ॥ १७६ ॥ ભવ્ય જીવ શાસ્ત્રારૂપ જવલંત જ્ઞાનાગ્નિ વિષે પ્રવેશ કરી રત્નવત્ મલ રહિત થઈ નિર્મળ થાય છે, ત્યારે દુષ્ટ જીવ આગના અંગાર સમાન
ડેક પ્રકાશિત થતો અંતે મલ યુક્ત શ્યામ વા ભસ્મ (રાખ) રૂપ કેવળ નિઃસારવત્ બને છે.
પ્રખર અગ્નિના સંગે જેમ પદ્મરાગ મણિ સર્વ મલ રહિત નિર્મળ થઈ ચમક આદિ અનેક શેભા યુક્તપણે વિશેષ ભાયમાન થાય છે, તેમ ધર્માત્મા ભવ્ય જીવ શાસ્ત્રાભ્યાસરૂપ પ્રખર જ્ઞાનાગ્નિ વિશે પ્રવેશી યથાર્થ પદાર્થ શ્રદ્ધાનને પામી કેમે કરી શુદ્ધ નિર્મળપણુને ધારણ કરી સાતિશયપણે શોભાયમાન થાય છે.
વળી ઇધનને અગ્નિ અગ્નિના સંગે પ્રકાશમાન તો થાય છે, પરંતુ અંતે કેલસારૂપ શ્યામ વા ભસ્મરૂપ નિઃસાર થાય છે, તેમ દુષ્ટ જીવ શેડોક વખત પ્રકાશમાનપણને ધારણ કરી અંતે કોલસારૂપ શ્યામ વા ભમરૂપ નિઃસાર થાય છે.
તે નિર્મોહી પુરુષની વિશુદ્ધ જ્ઞાનભાવના કેવી હોય છે – मुहुः प्रासार्य सज्ज्ञानं पश्यन् मायान् यथास्थितान् । प्रीत्यप्रीती निराकृत्य ध्यायेदध्यात्मविन्मुनिः ॥ १७७॥
પરમ અધ્યાત્મભાવને જાણવાવાળા પ્રજ્ઞાવંત પુરુષે વારંવાર સમ્યકજ્ઞાનરૂપ કલાને વિસ્તારના પદાર્થ સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ જેતા શ્રદ્ધતા રાગ દ્વેષને દૂર કરી નિરંતર તત્વનું ચિંતવન કરે છે.
પ્રથમ નિગ્રંથ પ્રવચન દ્વારા જીવાદિ પદાર્થોને સમ્યફ નિશ્ચય કરે, એમ યથાર્થ પદાર્થ શ્રદ્ધાન નિર્મળ કરતાં કરતાં રાગદ્વેષના આત્યંતિક ક્ષયને અર્થે વિતરાગ સર્વજ્ઞ પ્રણીત બાહા યમ નિયમાદિ સમ્યકુ સમાચારીને આદરીને અંતરંગ નિવૃત્ત થઈ ક્રમે ક્રમે રાગદ્વેષને આત્યંતિક ક્ષય કરે. ધ્યાનની વાસ્તવિક સિદ્ધિ પણ એ જ રીતે થાય છે. ઉપગની નિશ્ચળતા એ ધ્યાન છે. રાગદ્વેષના ઉકને લીધે ઉપગ ઈતસ્તતઃ પરિભ્રમણ કર્યા કરે છે. એવી ચળ વિચળ સ્થિતિમાં ધ્યાન ક્યાંથી