________________
(૧૫૯) અને રાગદ્વેષરૂપી અંકુરે થાય છે. જે જીવ એ અનાદિ અતત્વશ્રદ્ધાન તથા રાગદ્વેષને સર્વથા ક્ષીણ કરવા ઈચ્છે છે તેણે પ્રખર જ્ઞાનરૂપી અગ્નિનું સમ્યક્ પ્રકારે નિયમિત સેવન કરવું.
અતqશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ પરિણામ તે જ મેહ છે. તથા પદાર્થ ઈષ્ટ અનિષ્ટ ભાસી તે પ્રત્યે પ્રીતિ અપ્રીતિ થવી તે રાગદ્વેષ છે. વાસ્તવ્યમાં અતત્ત્વશ્રદ્ધાનથી પદાર્થ ઈષ્ઠઅનિષ્ટરૂપ પ્રતિભાસે છે. તેથી જડ અને અંકુરનું કારણ જેમ બીજ છે તેમ રાગદ્વેષનું મૂળ કારણુ એ અતત્વશ્રદ્ધાનરૂપ મેહ છે. જડ અને અંકુરને દગ્ધ કરવા ઈચ્છતા મનુષ્ય પ્રથમ જેમ બીજને દગ્ધ કરવું પડે છે, તેમ રાગદ્વેષને સર્વથા નાશ કરવા ઈચ્છતા જીવે પ્રથમ એ અનાદિ અતત્ત્વશ્રદ્ધાનરૂપ મેહ પરિણતિને ક્ષય કરે પડે છે. અને એ અતત્ત્વશ્રદ્ધાનરૂપ મેહને નાશ થતાં એ રાગદ્વેષ ક્રમે કરી અંતે સહેજે નાશ પામે છે. કારણ નિરાધાર થયેલા રાગદ્વેષ પછી શા આધારે ટકે?
પ્રશ્ન–અતત્વશ્રદ્ધાનરૂપ મેહને નાશ થવા છતાં સમ્યક દષ્ટિ જીવમાં રાગદ્વેષ વતે છે તેનું શું કારણ?
ઉત્તર–ભૂમિમાંથી મૂળથી ઉખાડી નાખેલા વૃક્ષની જડ-અંકુર તથા પત્રાદિ કેટલાક વખત સુધી લીલાં રહે છે પરંતુ અંતે તે સુકાઈ જવાનાં જ છે, તેમ નાશ થયે છે અતત્ત્વશ્રદ્ધાનરૂપ મેહ જેને એવા એ સમ્યક્ દષ્ટિ જીવમાં વર્તતા રાગદ્વેષ અંતે કેમે કરી ક્ષય થવાના જ.
વળી કઈ મિથ્યાષ્ટિ જીવમાં મેહને સદ્ભાવ છતાં બાહ્યાથી રાગદ્વેષ અ૫ દેખાય છે, પરંતુ તે તે બીજને રાખી ઉપરથી કાપેલા વૃક્ષનાં ડાળ અને અંકુરાદિની માફક ક્રમે કરી એથી પણ વિશેષ વર્ધમાન થવાના જ. તેમ અતત્ત્વશ્રદ્ધાનરૂપ મેહમુગ્ધ જીવમાં રાગદ્વેષ પૂર્વ સંસ્કારવશ બાહ્યથી થડા વતતા જોવામાં આવે, પરંતુ ક્રમે કરી આગળ જતાં તે જરૂર વધવાના જ રાગદ્વેષનું મૂળ કારણું એ અતત્ત્વશ્રધાનરૂપ મોહ છે. એમ જાણે તેને સર્વથા નાશ કરે એ જ ચેગ્ય છે. વળી બીજને આત્યંતિક નાશ કરવાનું કારણ જેમ અગ્નિ છે, તેમ અનાદિ સંસારરૂપ વિસ્તીર્ણ વૃક્ષના બીજ રૂપ એ અતત્વશ્રદ્ધાનમય મેહ પરિણતિને નાશ થવાનો વાસ્તવિક ઉપાય એક સમ્યક્ષ્યજ્ઞાન છે. અને તેને પણ પ્રધાન ઉપાય સમ્યકજ્ઞાન સહિત પ્રજ્ઞાવંત નિર્દોષ પુરુષને ભક્તિ સહિત સત્સંગ છે. જ્ઞાન વડે જીવાદિ તના વાસ્તવિક સ્વરૂપને જીવ યથાર્થપણે જાણે તે અતત્વશ્રદ્ધાનરૂપ મેહને જરૂર નાશ થાય. તેથી કલ્યાણના ઈચ્છક ભવ્ય જીવાત્માઓએ તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં