________________
(૧૫૧) પલટાય છે. ચળ પદાર્થોની પ્રતીતિ ઉપગને નિરંતર ચળરૂપ કરે છે પણ એકરૂપ રહેવા દેતી નથી. અચળ પદાર્થોની સમ્યફપ્રતીતિ ઉપગને અચળ કરી વાસ્તવિક શાંતતાને અનુભવ પમાડે છે. પ્રતીતિ અન્યથા હોવાથી જ્ઞાનદશા પણ નિરંતર ચિત્ર વિચિત્ર પ્રકારે ભમ્યા કરે છે, અર્થાત્ સ્વઉપયોગને અશાંતિ અને દુઃખને જ અનુભવ કરાવે છે. પ્રતીતિ તેવું જ્ઞાન અને જ્ઞાન તેવું ચરણ (પ્રવૃત્તિ). એ પ્રતીતિને સમ્યક થવાનો ઉપાય પણું જ્ઞાન આરાધનાનું સમ્યક્ પ્રકારે આરાધન છે. અવિનાશી પરમ નિઃશ્રેયસ પદના અભિલાષી જીવેને ચગ્ય છે કે–તેઓ સતત જ્ઞાન આરાધનાને રુડા પ્રકારે આરાધે; કારણું જ્ઞાન એ જ જીવને વાસ્તવિક મૂળ સ્વભાવ છે. કઈ પણ વસ્તુની ચિરંકાળ આરાધના કસ્વાથી એક દિવસ અવશ્ય તેની પ્રાપ્તી થાય છે.
જ્ઞાન આરાધનાના ફળને ગ્રંથકાર વર્ણન કરે છે – ज्ञानमेव फलं ज्ञाने ननु श्लाध्यमनपरम् ।
अहो मोहस्य माहात्म्यमन्यदप्यत्र मृग्यते ॥ १७५॥ નિશ્ચયથી જ્ઞાન એ જ જ્ઞાનનું ફળ છે. અર્થાત્ મતિકૃતિજ્ઞાનની ઉત્તરોત્તર થતી નિર્મળતાથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. કે જે સર્વથા આદરણીય– ઉપાસનીય છે. એ જ એક અવિનાશી સતપદ છે. પરંતુ અહો ! મેહનું કે પ્રબળ માહામ્ય છે કે જીવ એને છડી કેઈ અન્ય ફળની વાંચ્છા કર્યા કરે છે.
નિર્મળ તત્ત્વજ્ઞાન વડે પદાર્થ સ્વરૂપ યથાર્થ જાણી શકાય છે. પદાર્થ સ્વરૂપને યથાર્થ જાણવું એ શ્રુતજ્ઞાનનું તાત્કાલિક ફળ છે, અને સર્વ ચરાચર પદાર્થને તેના સર્વ ગુણ પર્યાય સહિત સ્પષ્ટરૂપે જાણુવારૂપ કેવલજ્ઞાન એ તેનું પરંપરા ફળ છે. જે સર્વ પ્રકારે પ્રશંસનીય અને આદરણીય છે. પદાર્થને જેમ છે તેમ પ્રતિભાસનથી જીવમાં નિરાકુળતા વર્તે છે. નિરાકુળતા એ વાસ્તવિક સુખનું લક્ષણ છે. વળી પ્રાણી માત્ર પ્રતિસમય સુખને જ વાંચ્યું છે. એ નિરાકુળતાજન્ય સુખમાં પરાધિનતા આદિ કોઈ દેષ નથી અર્થાત્ એ અનુભવ માટે કે અન્ય પદાર્થોનું અવલંબન લેવું પડતું નથી પણ સ્વાધીન સુખ છે. છતાં જગતવાસી જી સુખને અર્થે વિષયાદિ સામગ્રી ઈચ્છે છે, એ જ મેહનું કઈ પ્રબળ માહાસ્ય છે! જેમ ખાજના રેગીને ખંભાળવાની સામગ્રી ભલી ભાસે છે; તેમ અનાદિ સંસ્કાર વશ જીવને કામ ક્રેધાદિ ભાવરૂપ ખુજલી થવાથી તેને ધન, સ્ત્રી આદિ વિષય સામગ્રી ભાસે છે; અને તેથી જીવ પ્રતિ સમયે તેને ઈચ્છે છે, અર્થાત્ ચાહની દાહમાં તે નિરંતર બન્યા