________________
બાહ્ય પદાર્થોને સદભાવ મનાવનાર અનેક યુક્તિ અને પિતાને અનુભવ જ અનુકુળ પ્રમાણુરૂપ છે. જ્ઞાન માત્ર જ વાસ્તવિક વસ્તુ તત્વ જે હેત તે તેમાં અનેક પ્રકારનાં રૂપાંતર જે અનુભવ ગમ્ય થતાં સ્પષ્ટ દેખાય છે, તે રૂપાંતર થાત જ નહિ. જેમ કારણ વિના કાર્યનું ઉદભવવું અસંભવિત છે, તેમ કારણોમાં ભેદ ન થતો હોય તે કાર્યની ચિત્ર વિચિત્ર ભેદ દશા હેત જ નહિ. વેદાંત એક જગાએ એમ પણ કહે છે કે-“માર ૩પદ અર્થાત્ વસ્તુને સર્વથા અભાવ માનવે
એ ઉચિત નથી. કારણું બાહ્ય વસ્તુઓ સ્પષ્ટ જોવામાં આવે છે. જેમ વસ્તુઓને સદ્ભાવ બાહ્યથી જોતાં તેને અભાવ માનવે એગ્ય નથી, તેમ વસ્તુ જેવી અને જ્યાં દેખાય છે તેવી અને ત્યાં જ તેને માનવી એ જ સર્વથા ઉચિત છે. અર્થાત્ બાહ્ય રહેલી વસ્તુઓને પણ યુક્તિ અને અનુભવથી માનવી જ પડે છે. તેથી જ્ઞાન સિવાય બાહ્ય પદાર્થો પણુ જગતમાં છે, એ નિર્ણય નિશ્ચિત છે, અને તે ન્યાયસંગત છે.
જ્યારે બાહ્ય વસ્તુઓને માનવી ન્યાયસંગત કરે છે, ત્યારે વસ્તુ માત્રને સર્વથા અભાવ કહે એ કેવળ અસત્ય અને ઉન્માદપૂણું કથન સહેજે લાગે છે. અગર કદાચિત્ વસ્તુ માત્રને અભાવ હોય તે વસ્તુને અભાવરૂપ કહેવાવાળાને પણ અભાવ ઠરે. અભાવતત્વ અભાવને સિદ્ધ કરે છે તે મારા મેઢામાં જીભ નથી” જેવું વદતા વ્યાઘાતરૂપ અલીક વચન કહેવાય. અભાવવડે અભાવને સ્થાપિત કરવું એ કેવળ અસંભવિત છે. - ઉપરોક્ત વસ્તુ સ્વરૂપ પ્રતિપાદન કરનારા ચારે એકાંત પક્ષે સદેષ છે. અને તેમનું સ્થાપિત કરેલું વસ્તુસ્વરૂપ પણ સદેષ છે. તો વાસ્તવિક વસ્તુ સ્વરૂપ કેવું છે? એ પ્રશ્નનો ઉત્તર ગ્રંથકારે શ્લેકના પાછળના અર્ધા ચરણમાં જ આપે છે. તત્વસ્વરૂપ પ્રતિક્ષણ પરિણમી તથા સદા સ્થિર પણ છે. અથવા નિત્યાનિત્ય, એકાનેક, ભિન્નભિન્ન, સત્ અસત્ રૂપ અનેક પ્રકારે છે. સંસારના સર્વ પદાર્થોનું સ્વરૂપ એ જ પ્રકારે છે. વળી તે સ્વરૂપ નિરંતર બન્યું રહેલું એવું દૈલ્ય છે. ટૂંકમાં સમ્યકજ્ઞાને કરીને જ પદાર્થ જે દષ્ટિગત થાય વા જે કહેવામાં આવે, તે પદાર્થ તે વા તેવા પ્રકારનો માનવે એ જ યોગ્ય છે. વસ્તુ સ્વરૂપ ઉરોક્ત પ્રકારે નિત્યાનિત્ય, ભિન્નભિન્ન, ભેદભેદ આદિ ભિન્ન ભિન્ન પ્રકારે જોવામાં તથા સામાન્ય વિશેષ અપેક્ષા વિવીક્ષિત કરવામાં આવે છે તેથી તેને તે રૂપે માનવું એ જ દષ્ટિ સમ્યક્ છે.
હવે શિષ્ય શ્રી ગુરુને પ્રાર્થના કરે છે કે- હે પ્રભુ! આત્માને વાસ્તવિક પરિચય કેમ થાય?