________________
( ૧૪૯ )
સમજવા ચેાગ્ય છે. અર્થાત્ કોઇ પણ એક સતરૂપ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને યથાવત્ જાણતાં વિશ્વના સમસ્ત સત્રૂપ તત્વાનું સમ્યક્ ભાન થાય છે.
સાંખ્ય પક્ષ તત્વ સ્વરૂપને સથા નિત્ય માને છે. ૧. ખાદ્ધ દર્શન પક્ષ તત્વ સ્વરૂપને કેવળ ક્ષણવિનશ્વર માને છે. ૨. જ્ઞાનાદ્વૈતવાદી વેદાંત પક્ષ વસ્તુ વિજ્ઞાન માત્ર માને છે, અર્થાત્ ખાદ્ય વસ્તુઓનું અસ્તિત્વ તે માનતા જ નથી. તેઓ કહે છે કે-જે કઈ જગતમાં દેખાય છેતે બધું માત્ર મનનું કલ્પના માત્ર વિજ્ઞાન છે. વાસ્તવ્યમાં વિજ્ઞાન સિવાય માહ્ય કોઇ વસ્તુ જ નથી. તેના પ્રમાણમાં તેઓ કહે છે કે-જ્યારે કાઈ એક વસ્તુ તરફ કાઇ જીવના ઉપયાગ પ્રવતા નથી ત્યારે તે વસ્તુની તેને કલ્પના સરખી પણુ આવતી નથી, તેથી તે સમયે તે વસ્તુના અસ્તિત્વ માટે કાઈ પ્રમાણ જ નથી ૩. ચેાથેા પક્ષ એવા છે કે જે ખાહ્ય અને અભ્યંતર કઇ વસ્તુના અસ્તિત્વના સ્વીકાર જ કરતા નથી. તે કહે છે કે-વસ્તુ સ્વરૂપ પરસ્પર ન તેા ભિન્ન છે, ન અભિન્ન છે. વસ્તુ સ્વરૂપ તમે ગમે તેવું નિીત કરશે, પણ સ નિણૅય દોષયુક્ત જ સમજાય છે. એક પણ નિર્ણીત વસ્તુ સ્વરૂપ અમને તે નિર્દોષ ભાસતું નથી. અને તેથી સત્ વસ્તુ નામના કાઈ જગતમાં પદાર્થ જ નથી. એ ચાથેા અભાવવાદી પક્ષ છે.
ઉપરોક્ત ચારે પક્ષમાંથી એક પણ પક્ષકારનું કહેવું સમ્યક્ નથી. કારણુ તેમણે નિીત કરેલા વસ્તુ સ્વરૂપ સંબંધી નિશ્ચય પ્રમાણભૂત કે અનુભવ સિદ્ધ ઉચિત જણાતા નથી. પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે કેવસ્તુ સ્વરૂપ સર્વથા એકરૂપ જણાતું નથી; ક્ષણે ક્ષણે અનેક પરિણામપણાને પામતું તે અસ્ખલિત વહ્યું જાય છે. ત્યાં તેને સથા નિત્ય કહેવું એ માત્ર બુદ્ધિના વિભ્રમ નહિં તે ખીજું શું?
વસ્તુ સ્વરૂપમાં ચંચળતા વા પરિણમન ચાહ્ય ગમે તેવું અને ગમે તેટલું થાય પર ંતુ તેના વાસ્તવિક સ્વરૂપની ધારા કદી તૂટતી જ નથી. પરિવન તેમાં ગમે તેટલું થાય પણ તેનુ વસ્તુત્વપણું કોઈને કોઈ રૂપે તેમાં અખંડ બન્યું રહે છે. જેમ અંકુરની ઉત્પત્તિ નિરાધારપણે નહિં થતાં તેના ખીજમાંથી જ થાય છે; અગર વસ્તુ માત્ર કેવળ ક્ષવિનાશિ હાય તા અર્થાત્ નવી નવી ઉત્પન્ન થાય-પ્રથમની પ્રથમની કેવળ નાશ પામી જાય એમ હાય તેા વિના ખીજે પણ અંકુરની ઉત્પત્તિ થવી જ જોઈએ. પણ એમ તે થતું નથી. તેથી નિશ્ચિત છે કે વસ્તુ કેવળ નાશવાન નથી. વસ્તુને કેવળ નાશવાન માનતાં સધર્મ કર્મ આદિ સઅનુષ્ઠાન પણ વ્યર્થ છે. વસ્તુને કેવળ ક્ષણિક માનવી એ માત્ર બુદ્ધિના વિપર્યાસ જ છે.