________________
(૧૪૬) મનુષ્યપણું દેવપણાની અપેક્ષાથી અન્ય છે, પરંતુ જીવત્વ ધર્મની અપેક્ષાએ જતાં “આ તે જ છે' એમ સ્પષ્ટ પ્રતીતિ થાય છે. એટલે મનુષ્ય મટી દેવ થવાના સમયે જ દેવપણને ઉત્પાદ, મનુષ્યપણુને વ્યય, અને ઉભયમાં જીવત્વ ધર્મની સંભાવના એક જ જીવમાં એક જ સમયે થાય છે. સ્થળ અને સૂક્ષ્મ પર્યાયે વડે સર્વ જીવાદિ વસ્તુ એમ એક જ સમયમાં ઉત્પાદ, વ્યય, અને દૈવ્યપણુને ધારણ કરી સ્વસ્વરૂપે શોભી રહી છે. યથા –(ઉત્પલથુરા વ. શ્રી તત્વાર્થ સુત્ર. અ. ૫) એમ એક જ વસ્તુ એક સમયમાં સ્વાદ નિત્યાનિત્યાત્મકપણે સહેજે સિદ્ધ થઈ શકે એમ છે.
વળી બીજું ઉદાહરણું માટીમાંથી ઘડે ઉત્પન્ન થાય છે, તથા ઘડે ફૂટી ગયા પછી તેના કકડા થાય છે. ઘડાના અસ્તિત્વમાં કોઈ એક મનુષ્યને માટીની જરૂર હતી તે ઘડાને જેવા છતાં પણ આ માટી નથી એમ કહે છે. જેને ઘડાની જરૂર છે તે ઘડાને ઘડપણે પ્રતીત કરે છે. જેને માત્ર મૂલ્ય તરફ દૃષ્ટિ છે તે ઘડે અથવા ફેટીમાટી બંનેને તુલ્ય સમજી બંનેને માટીપણે જ પ્રતીત કરે છે. આગળ પાછળની અવસ્થાઓ તરફ તે ધ્યાન દેતો નથી, એ ત્રણે ભાવ એક જ ઘડાને દેખતાં ઉત્પન્ન થાય છે. અગર એ ત્રણે ભાવ એક જ વસ્તુમાં ન હોય તે એક જ પદાર્થને જોતાં ઉક્ત ત્રણ પ્રકારના વિચારે કદી ઉત્પન્ન જ થાય નહિ. તેથી તે વિચા૨ સમીક્ષાના કારણરૂપ જે-તત-સતત તથા ઉત્પાદવ્યયદૈવ્યાદિ ભાવે છે તે પ્રત્યેક પદાર્થોમાં અનિવાર્યપણે પણું માનવા જ પડશે.
સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ, અને સ્વભાવ અપેક્ષાએ વસ્તુ અસ્તિરૂપ છે, અને તે જ વસ્તુ પારદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ તથા પરભાવ અપેક્ષાએ
१ घटमौलिसुवर्णार्थि नाशोत्पादस्थितिष्व्यम् । - शोक प्रमोद माध्यस्थं जनो याति सहेतुकम् ॥ (अष्टसहस्त्री.)
ભાવાર્થ–સુવર્ણ કળશ, તેના ટુકડા, તથા માત્ર સુવર્ણ એમ ત્રણ વસ્તુઓની કે ત્રણ પુરુષોને જરૂર હતી, તે ત્રણે પુરુષો કોઈ શ્રીમંત શેઠને ત્યાં તે અર્થે ગયા. પરંતુ જેવા તે ત્રણે તે શેઠને ત્યાં પહોંચ્યા કે તુરત જ તે શેઠે કઈ ઊંચાં સ્થાન પર મુકેલે સુવર્ણ કળશ પડીને ફૂટી ગયો. તેની સાથે તત્કાલ તે ત્રણે જણાના ત્રણ પ્રકારના ભાવ થઈ ગયા. કળશની જેને જરૂર હતી તે શોકમાં પડી ગયો, સુવર્ણના કકડાની જેને જરૂર હતી તે ખુશી થયા, તથા માત્ર સામાન્ય સુવર્ણની જરૂર હતી તે મધ્યસ્થ રહ્યો. બસ એ જ રીતે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે વસ્તુમાં વર્તે છે.