________________
(૧૫) નાના પ્રકારરૂપ અને ભેદયુક્તપણે પ્રતિભાસશે તથા સામાન્ય દષ્ટિએ જેમાં એક સરખે અને અભેદ ભાસશે તેથી માનવું પડશે કે પદાર્થની પરસ્પર સમયવતી જુદાઈ વડે પદાર્થ પ્રત્યેક સમયે ઉત્પાદ વ્યયાત્મક છે. અર્થાત્ પૂર્વ પર્યાયને નાશ અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિ પદાર્થમાં પ્રત્યેક ક્ષણે વર્યા કરે છે.
વળી કઈ પણ પદાર્થના પૂર્વોત્તર પર્યાયે ઉપર વિશેષ લક્ષ દેવામાં ન આવે તો તે પદાર્થ સામાન્ય ધમે એક સરખે જ પ્રતિભાસશે.
જ્યારે પૂર્વ ઉત્તર સમયેવત પદાર્થની પરિસ્થિતિની ભિન્નતા લક્ષગત થતી નથી ત્યારે પ્રત્યેક પદાર્થ ધૃવત્વ (શાશ્વત) ધર્મયુક્ત જણશે. એ જ સામાન્ય સ્થળ અનુમાન પ્રમાણુથી પદાર્થ પ્રત્યેક સમયે એ ત્રણે ગુણસ્વભાવરૂપ સ્વયંસિદ્ધ છે.
અન્ય દષ્ટિ નિરપેક્ષપણે કઈ એકાંત દષ્ટિએ એમ વસ્તુ વિવેક્ષા કરવામાં આવે કે – “વસ્તુ આ જ રૂપે છે, અથવા વસ્તુ આ રૂપ નથી.” તે તે એકાંત કથન એ ખરેખર બુદ્ધિને વિભ્રમ છે. પરંતુ જુદી જુદી અપેક્ષાએ એમ કહેવામાં આવે છે તેમાં વિરોધ નથી, વસ્તુ સ્વરૂપ અનંત ધર્મયુક્ત છે. તેની વિવીક્ષા અન્ય દષ્ટિ સાપેક્ષપણે સત્ય છે. જેમ કેઈ પુરુષને કેઈ એક જ વ્યક્તિને પિતા તથા પુત્ર કહીએ તે તે કથન મિથ્યા છે, પરંતુ “ફલાણુને આ પિતા છે, અને ફલાણાને પુત્ર છે” એમ અન્યના સાપેક્ષપણે કહીએ તે તે સત્ય છે. એમ ઉભય નય સાપેક્ષ કથન સમ્યક તથા નિરપેક્ષ કથન મિથ્યા છે.
વળી એક જ પુરુષ પ્રથમ રંક હતો અને હવે તે જ પુરુષ રાજા થયે, ત્યાં અવસ્થા પલટાવારૂપ અપેક્ષાથી તે એક જ પુરુષમાં રંક અને રાજાપણું વિવીક્ષિત થાય છે. પરંતુ મનુષ્યપણુની અપેક્ષાએ જોતાં પ્રથમ પણ મનુષ્ય હતે. વર્તમાનમાં પણ મનુષ્ય છે. એમ વસ્તુમાં એકપણું અનેકપણું સ્પષ્ટ ભાસે છે. અને એમ સાપેક્ષ પ્રતિભાસન તે બ્રાંતિ નહિ પણ સમ્યક્ છે.
એમ સાપેક્ષિત પ્રતિભાસન પ્રત્યક્ષાદિક પ્રમાણેથી પણ ખંડિત થઈ શકતું નથી. કારણ વસ્તુસ્વરૂપ જ એવું છે. જે સમયે તે પુરુષ રંક મટી રાજા થયે, તે જ સમયે તે જ પુરૂષમાં રંક પર્યાયને વ્યય અને રાજારૂપ પર્યાયને ઉત્પાદ સુપ્રતીતપણે સિદ્ધ છે. અને મનુષ્યત્વપણું બંનેમાં સ્થિત છે. તેથી વસ્તુસ્વરૂપ એક જ સમયે ઉત્પાદ–-યય-ધ્રવ્યાત્મક છે. વસ્તુસ્વરૂપની પૂર્વ મહાપુરુષ નિદર્શિત આ સમીક્ષા સર્વ પ્રકારે સુસંગત અને અવિરોધરૂપ છે. જેમ કે જીવ મનુષ્ય મટી દેવ થયે, ત્યાં