________________
(૧૪૩) મર્કટને જાતિ સ્વભાવ અતિશય ચંચળ હોય છે, પણ તે ફળ ફૂલથી હરાભરા વૃક્ષ ઉપર ઝટ રમવા લાગી જાય છે. એવું કે એકાદ વૃક્ષ જે તેને મળી જાય છે તે ત્યાંથી પછી ખસતાં નથી. મન એ પણ મર્કટ જેવું અતિ ચંચળ છે. ફળ, પત્ર, ડાળીઓ, અને શાખા પ્રશાખાઓથી ભર્યું વૃક્ષ જે તેને મળી જાય તે તે ત્યાં રમે છે પણ ત્યાંથી ખસતું નથી. એમ વિચારી પૂર્વ મહાપુરુષોએ તેને રમવા ગ્ય સુંદર વિસ્તીર્ણ વૃક્ષ શેધી કાઢ્યું. તે કયું? માત્ર એક જિનાગમ. મનને ઘણે વખત રમવા માટે આમ પુરુષોની પવિત્ર વાણું એ એક સર્વથી સારામાં સારું સુંદર વૃક્ષ છે. તેના ઉપર રમતાં તેની ચંચળતાજન્ય મિથ્યા પ્રવૃત્તિ રોકાઈ તેનો વિનદ પણ મળે છે. એ શાસ્ત્રરૂપ વૃક્ષમાં વૃક્ષની માફક બધી વસ્તુઓ રહેલી છે. જુઓ –
એ જિન પ્રવચનમાં અનેકાંતરૂપ જીવાદિ પદાર્થો એ એનાં સુંદર ફળ લે છે જેના ભારથી એ શ્રુતસ્કંધ ખૂબ ઝૂકી રહ્યું છે. અનેક યુક્તિ પ્રયુક્તિ પૂર્ણ સંસ્કૃત-પ્રાકૃત વચન તરંગ માળા એ જેનાં સુંદર પત્રો છે, જેથી એ શ્રુતસ્કંધે લહલહી રહ્યું છે. અનેક સાપેક્સ સત્ય નય-નિક્ષેપપ્રમાણુદિ સેંકડે જેની શાખાઓ છે, જેઓ એ શ્રુતસ્કંધનું મંડન છે. અર્થાત્ જેના વડે જગતના કલિપત અને મિથ્યા સિદ્ધાંતનું ખંડન થઈ શ્રી સર્વજ્ઞ વીતરાગ પ્રણીત સત્ય સિદ્ધાંતનું ખંડન થઈ રહ્યું છે. જેથી એ નય નિક્ષેપાદિ એ સુંદર વૃક્ષની સેંકડે શાખાઓ છે. વળી એ વડે વિશ્વ તત્વનું નિરુપણુ થવાથી એ વૃક્ષ સર્વથી ઉન્નતપને ધારણ કરી રહ્યું છે. સત્ય અને વિશુદ્ધ મતિજ્ઞાન એ સુંદર હરિયાળા વૃક્ષની જડ છે, જે વડે એ શ્રુતસ્કંધની ઉત્પત્તિ થઈ છે. એવા સર્વ સુંદર જિન પ્રવચનરૂપ વૃક્ષ ઉપર બુદ્ધિમાન પુરુષોએ પોતાના મનરૂપી ચંચળ વૃત્તિવાળા મર્કટને સદેદિત રમાડવું જોઈએ, જેથી એ મર્કટ ચંચળ વૃત્તિ યુક્ત મર્કટપણે ભૂલી વાસ્તવિક માનવપણાને પ્રાપ્ત થાય છે.
વળી એમ કરવાથી વિષયાદિ પ્રવૃત્તિમાં પ્રવેશ કરવાને એને સમય જ મળતો નથી. ચિત્તવૃત્તિ જિન પ્રવચન નિધિમાં રમ્યા પછી પા૫ પ્રવૃત્તિઓથી આત્માને બચાવી લે એ કઈ કઠણ વાત નથી. અને તે એગ્ય છે કે જે કઈ મહાભાગ્ય શ્રી સર્વજ્ઞ વીતરાગ પ્રણીત તત્ત્વ ચિંત્વનમાં પિતાના અંતઃકરણને રેકે છે, તે ક્રમાનુસાર સંપૂર્ણ કલ્યાણને યથાકાળે જરૂર સિદ્ધ કરે છે. સર્વથી ઉત્કૃષ્ટ શુકલ ધ્યાનમાં પણ એ શ્રુતજ્ઞાનના અવલંબન વડે મહાપુરુષને કેવલજ્ઞાન સમુપન્ન થાય છે. સાધુઓની એવી કઈ પ્રવૃત્તિ નથી કે જેમાં તત્ત્વચિંત્વન કે શ્રુતચિંત્વન સર્વથા છૂટી જાય. જે સાધુ અભિક્ષણ જ્ઞાને પગને એક