________________
(૧૫૫), - ટાણે બીજા ચિત્રવિચિત્ર બંધને તુરત તેને જકડી લે છે. તેથી બંધનની ચિર શૃંખલા કદી તૂટતી જ નથી. એમ છૂટવું એ કર્મબંધથી વાસ્તવિક છૂટકાર નથી. કર્મબંધનથી વાસ્તવિક છૂટવું હોય તો ઈતસ્તતઃ આત્મપરિણામનું ભ્રમણ વા તેના કારણરૂપ રાગદ્વેષને સભ્યપ્રકારે
ક્વામાં આવે તે જ કર્મબંધન સર્વથા રેકાઈ જાય. અને તેને સર્વથી પ્રબળ અને સમ્યક્ ઉપાય યથાર્થ જ્ઞાનપૂર્વક રાગદ્વેષ રેકી પૂર્વ કર્મની નિર્જરા કરવામાં આવે, અર્થાત્ કર્મઉદયને જ્ઞાનપૂર્વક સમપરિકૃતિમાં સ્થિર થઈ નિઃસર્વ કરવામાં આવે. એને જ સાચી નિર્જરા ભગવાને કહી છે. તેં સિવાયની બંધસહભાવિની નિર્જરા તો જગત આખું કરી જ રહ્યું છે.
ગળીને વાંસ એક તરફથી છૂટે, ત્યારે બીજી તરફથી બંધાય છે. તેનું છૂટવું તે પણ બંધાવા માટે જ વર્તે છે. પણ જે તે વાંસને રસ્સીથી સર્વથા છેડવામાં આવે તો ફરી બંધાતો નથી. તેમ મહી જીવ એક તરફથી પ્રબળ યમ નિયમાદિ આચરી છૂટવા માટે પ્રવૃત્તિ કરે છે, ત્યારે વ્યક્ત કે અવ્યક્ત રાગદ્વેષાદિ પરિણામે કરી બીજી તરફથી બંધાતે જાય છે. બંધનની નિવૃત્તિના એક નિમિત્ત કારણરૂપ એવા એ યમ નિયમાદિ પ્રવર્તન કાળે પણ રાગદ્વેષની માત્રા જીવને ક્યા પ્રકારે ઉન્માદે ચઢાવી રહી છે તેનું તેને ભાન નથી. એટલા જ માટે ગ્રંથકારે ઉપર કહ્યું છે કે-મૂઢ અને અજ્ઞાની જીવને ગ્રહણ અને ત્યાગ બંને બંધનરૂપપણે પ્રવતે છે. અર્થાત્ તેનો ત્યાગ એ પણ ગ્રહણને અર્થે છે. અને તેનું ગ્રહણુ તે પણ પ્રત્યક્ષ ગ્રહણુ જ છે. સારાંશ કર્મબંધનથી છૂટવાને સર્વથી પ્રધાન અને વાસ્તવિક ઉપાય રાગદ્વેષની સખ્યપ્રકારે નિવૃત્તિ કરવી એ છે. નહિ તો “તય ગુરુને સ્નાન કચાશ રા' એ કહેવત પ્રમાણે જીવ નિરંતર દુઃખી અને કર્મપરતંત્ર બન્યું રહેશે. ઉપરોક્ત વાતને ગ્રંથકાર સમર્થન કરે છે – रागद्वेषकृताभ्यां जन्तोर्बन्धः प्रवृत्त्यवृत्तिभ्याम् । तत्त्वज्ञानकृताभ्यां ताभ्यामेवेक्ष्यते मोक्षः ॥ १८० ॥ રાગદ્વેષ યુક્ત ભાવથી કરેલી પ્રવૃત્તિ અને નિવૃત્તિ બને બંધનનું કારણ થાય છે, ત્યારે તત્ત્વજ્ઞાન પૂર્વક કરેલી પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને નિર્જરા તથા મેક્ષનું કારણ થાય છે.
જ્યાં સુધી રાગદ્વેષ મુખ્યપણે આત્મામાં પ્રવર્તે છે, ત્યાં સુધી જીવની સવાળી પ્રવૃત્તિ તેમ નિવૃત્તિ સંસારાર્થપણે જ થયા કરે છે. અને ત્યાં