________________
(૧૩) ભેજનાદિમાં પ્રીતિ કરવી ઉચિત નથી તે પછી સાધુજનોએ કેમ પ્રવર્તવું? એ પ્રશ્નના ઉત્તરરૂપ કાવ્ય કહે છે –
आमृष्टं सहजं तव त्रिजगतीवोधाधिपत्यं तथा सौख्यं चात्मसमुद्भवं विनिहतं निर्मूलतः कर्मणा । दैन्यात्तद्विहितैस्त्वमिन्द्रियसुखैः संतृप्यसे निस्त्रपः स त्वं यश्विरयातनाकदशनैर्बद्धस्थितिस्तुष्यसि ॥१६०॥
હે જીવ! એ દુષ્ટ કર્મોએ ત્રણ જગતના જ્ઞાનનું સ્વામિત્વપણું તારું નષ્ટ કર્યું-શુદ્ધ આત્મીય સુખને મૂળથી નાશ કર્યું, છતાં તું તારા પરમ શત્રુરૂપ એવા એ જ કર્મોએ નીપજાવેલા ઇંદ્રિયજન્ય સુખોથી તૃપ્ત થાય છે. એ જ આશ્ચર્ય છે! શત્રુની કૃતિ પ્રત્યે જગતમાં કઈ જરાય વિશ્વાસ કરે છે? ના. વળી ચિરંકાળસુધી તપાદિ કષ્ટ સહી હવે કુત્સિત્ આહારાદિથી તું સંતુષ્ટ થાય એ તને ઉચિત છે?
જેમ કેઈ રાજરાજેશ્વરને કોઈ વેરી રાજ્યથી પદભ્રષ્ટ કરે, અને તે પદભ્રષ્ટ રાજા પિતાના વિજેતાને જ આપેલે અચતે અચતે આહાર દીનતાથી ગ્રહણ કરી પ્રસન્ન થાય છે ત્યાં તેને આપણે હાસ્ય દૃષ્ટિએ જોઈયે છીયે, ધિક્કારીએ છીએ. તેમ હે જીવ! તું અનંત જ્ઞાન સુખને સ્વામી મહાન પદાર્થ છે. તારા અનંત અને અપાર સુખને નાશ કરી કર્મ વૈરીએ તને પરાજીત કર્યો–ભ્રષ્ટ કર્યો, છતાં તું તારી અતૂટ સંપદાને ભૂલી જઈ એ જ કમ વેરીથી (કર્મોદયથી) ઉત્પન્ન થયેલા કિચિત વિષયાદિ સુખમાં સંતુષ્ટ થાય છે, તેથી મને એમ લાગે છે કે–ખરેખર તું નિર્લજજ અને શિષ્ટજનેથી ધિક્કારને પાત્ર છે. હે જીવ! કર્મોદયજન્ય સુખ તે પૂર્ણ સુખ હોય જ નહિ. પૂણે સુખ કર્મોદયની જરાય અપેક્ષા. રાખતું નથી. તે સુખ સ્વતંત્ર અને સ્વાધીન છે. કેઈ ગૃહસ્થના ઘેર જે તે કિંચિત્ આહાર મળે તેમાં તારી આજીવિકાની સ્થિરતા માની તે સંતુષ્ટ થાય છે તેથી એમ લાગે છે કે તું પણ પેલા પદભ્રષ્ટ રાજેશ્વરની માફક નિંદાને પાત્ર છે. જેમ તે પદભ્રષ્ટ રાજાનું વાસ્તવ્ય સુખ તેના વિજેતાથી અવરાયું છે, તેમ અનાદિ કાળથી તને પરાજિત કરી રાખેલા તારા કર્મરૂપ વૈરી વિજેતાથી તારું વાસ્તવ્ય સુખ અવરાયું છે. માટે તે વેરીને આત્યંતિક નાશ કરવામાં જ તારું વાસ્તવિક સુખ સમાયેલું છે. હવે તો તારે એ જ ઉચિત છે કે, જે તે પ્રકારે એ કમરૂ૫ પ્રબળ વૈરીને નાશ કરવામાં પ્રયત્નશીલ રહેવું. પણ અપાયુષી આ મનુષ્યદેહરૂપ સાંકડા સમયમાં ખરી અણીના પ્રસંગમાં સ્વાત્મહિત ભૂલી