________________
(૧૩૨)
બાજુ ગૃહસ્થના પણ એ હાલ છે. તેઓ સાધુજનેને ભેજન દેવાના વિચારમાં ઘેલા બની અનેક જાતના વિચિત્ર ઉહાપણ પરસ્પર કરે છે. મુનિજનેને પિતાની વૃત્તિનાં રમકડાં માત્ર સમજે છે, ઈરાદાપૂર્વક નહિ
પણ કૃતિ તે એવી જ વર્તતી હોય કે જે સ્વવિચારની પિતાને ગમ પણ ન હોય! સાધુપદ લીધું કે ગૃહસ્થના ઘેર ભેજન લેવું જ જોઈએગૃહસ્થ હોય તેણે દેવું જ જોઈએ. ગૃહસ્થ, મુનિજનેને પિતાને આધીન સમજે છે અને તેમના અભિપ્રાયને જરાય વિચાર કર્યા વિના માત્ર પિતાના અભિપ્રાયાનુસાર દેરે છે, અને વળી તેને વાંકા વળીને વંદન કરે છે. કહે, હવે આમાં સાચું શું- કેના જ્ઞાનમાં કેણ ઉત્કૃષ્ટપણેસેવ્યપણે વર્તતું હશે? સાધુ પણ ગૃહસ્થની મુનિપદને અણુશોભતી અને જિન આજ્ઞાથી પ્રતિકુળ સેવા ગ્રહણ કરતાં જરાય અચકાતા નથી. છતાં વળી પિતાને શ્રમણ-મુનિ–સાધુ નિગ્રંથ માને છે. ક્યાં છે એમના હદય મંદિરમાં શુદ્ધ સ્વાતંત્ર્ય વૃત્તિની ગંધ? આમ પરસ્પર બંનેની આવી પરિસ્થિતિ વર્તે છે. તેથી સ્પષ્ટ સમજાય છે કે- રાગ દ્વેષને ઉત્કટ પ્રવાહ બંનેના ઉપર પૂર્ણપણે વત રહ્યો છે, વૃદ્ધિગત થતું જાય છે. અને એ જ આ નિકૃષ્ટ કલિકાલમાં રાગદ્વેષનું અખંડ અને સર્વવ્યાપી સાર્વભૌમ ચક્રવર્તીપણું
લેભી ગુરુ અને લાલચુ ચેલા” જેવી જ ગુરુશિષ્યની આ કાળમાં પ્રાયે પરિસ્થિતિ વતે છે. ધર્મસૃષ્ટિના આદ્ય ઉપદેષ્ટા જનક અને પિષક ભગવાન તીર્થકરના વચનની પણ અવગણના કરી યથેચ્છ પ્રવૃત્તિમાં વતી રહેલા વર્તમાન મુનિનામધારી સાધુઓના હદયની પરિસ્થિતિ આમ વિચિત્ર પ્રકારે અનંત આત્મગુણેને સ્વપર બાધકપણે પ્રવર્તી રહી છે. એ પણ તત્વજ્ઞાનીના હૃદયમાં ખરેખર દયા ઉત્પન્ન કરે છે.
કઈ કહે કે અગર એ કાળને જ દેષ છે, તો પછી આ કાળમાં એવા મુનિને આત્મકલ્યાણ અર્થે માનવા એમાં શું અનુચિત છે?
આ કાળમાં અન્યાય પ્રવતે તેને ન્યાય તે ન જ કહેવાય. હા એમ કહી શકાય કે-ઉક્ત અન્યાયની પ્રવૃત્તિ એ પણ કાળદેષથી વર્તી રહી છે. તેમ આ કાળમાં જે ભ્રષ્ટ વેષધારી પ્રવર્તે છે, તેમને મુનિ તે ન જ કહેવાય પણ આવા ભ્રષ્ટવેષની પ્રવૃત્તિ અને પિષણું માત્ર આ કાળ દેષથી થઈ છે એમ કહેવું એ ઠીક છે.
જેમ આ કાર્ય દુષ્ટના નિમિત્તથી થયું છે તે ત્યાં તે કાર્યની દુણવત્ નિંદા કરવામાં આવે છે, તેમ અહીં પણ એવા શ્રેષ્ઠ મુનિનામધારી જીવની કલિકાળવત નિંદા કરી તેઓ અસત્ છે, મુમુક્ષુને સંગ કરવા યોગ્ય નથી, એમ સમજાવવાને ગ્રંથકારને અભિપ્રાય છે.