________________
(૧૩૮) : નથી. અધિક સુખ પ્રાપ્તિની સંભાવનામાં થોડું સુખ છેડી દેવું એ તે બુદ્ધિમાનપણું છે; પણ થોડા અને તુચ્છ સુખને અર્થે અધિક સુખ તથા અધિક સુખનાં કારણોને છોડી દેવાં એ મૂર્ખતા જ છે. તપથી ઉપેક્ષિત થઈ વિષયાદિ સન્મુખ થવું એ જીવની મોટામાં મોટી ભૂલ છે. તેમાં પણ સમજી બૂઝીને પણ અગર કઈ જ્ઞાની મનુષ્ય એમ કરે છે તે મહદ આશ્ચર્ય છે. દુઃખદાયક એ વિષને છેડી ફરી તેને જ સેવન કરવા અર્થે રૈલોકયપૂજ્ય મુનિપદરૂપ મહાન શિખર ઉપરથી તું વિના સંકેચે નીચે પડે છે. પણ સાંભળઃ
शय्यातलादपि तु कोऽपि भयं प्रपातात तुङ्गात्ततः खलु विलोक्य किलात्मपीडाम् । चित्रं त्रिलोकशिखरादपि दुरतुङ्गात्
धीमान्स्वयं न तपसः पतनाद्विभेति ॥ १६६ ।। પિતાને પીડા થશે એમ સમજીને નાનું સરખું બાળક ઊંચી શૈયાતલથી નીચે પડવાના ડરથી ડરે છે. પરંતુ આશ્ચર્ય થાય છે કે બુદ્ધિમાન પુરુષે ઐક્ય શિખર સમાન અતિશય મહાન અને ઊંચા તપથી નીચે પડતાં જરાય ડરતા નથી.
એક નાનું સરખું બાળક કે જે વિચાર રહિત છે તે પણ પિતાની નાની સરખી શૈયા પરથી નીચે પડતાં ભયવાન થાય છે. કારણ તેને એટલે તે વિચાર છે કે આ બિછાનેથી નીચે પડતાં મને પીડા થશે. ત્રણે લેકના મનુષ્ય તપને મહાન અને ઊંચ માને છે. તેથી તપ એ ત્રણ લેકના શિખર સમાન ઊંચ છે. મુનિજન વિચારવાન હોવા છતાં એવા ઐકયપૂજ્ય સંસ્કૃષ્ટ ઊંચા તરૂપ શિખરેથી ભ્રષ્ટ થતાં જરાય ડરતા નથી એ પરમ આશ્ચર્ય છે! સ્વાધીનપણે સ્વેચ્છાપૂર્વક ભ્રષ્ટ થતાં એટલે પણ વિચાર કરતા નથી કે-“આવા નિર્મળ અને ઉત્કૃષ્ટ તપથી ભ્રષ્ટ થતાં લેકમાં મારી હાંસી થશે, સનાતન નિગ્રંથ સન્માર્ગની અવહેલના થશે, અને મારે ચિરંકાર નર્કનિગોદાદિનાં ભયંકર દુઃખ ભેગવવાં પડશે. લેકમાં ઊંચપદ પ્રાપ્ત થયા પછી કર્મોદયવશાત્ નીચા થતાં મહાન લજા ઉત્પન્ન થાય છે, કેટલાક તો એવી નીચી સ્થિતિમાં જીવન ગાળી બીજાને મુખ બતાવતાં પણ લજાય છે, કવચિત્ કઈ કઈ આપઘાત પણ કરે છે, પણ એ નીચી સ્થિતિમાં જીવવા ઈચ્છતા નથી. તે સર્વસંગપરિત્યાગરૂપ મુનિપદ જેવું સર્વોત્કૃષ્ટ પદ પામીને પોતે જ સ્વાધિનતા પૂર્વક સ્વેચ્છાએ, ઉલ્લાસિત ચિત્તે, વિના સંકોચે ભ્રષ્ટ થાય તેની નિર્લજ્જતાનું શું કહેવું! આમ ભ્રષ્ટ થતા મુનિને જોઈ કેને