________________
(૧૩) { મહ હીન થતાં કર્મોદય થ વા ન થવે બંને સમાન છે. શાતા અને અશાતા–મેહના અસ્તિત્વમાં જીવને સુખ દુઃખરૂપ વેદક પરિણામે પરિણુમાવવા સમર્થ છે. પણ મેહ હીન થતાં કર્મ આત્માને સુખીદુઃખી કરવારૂપ કાર્યનું કર્તા થતું નથી. વાસ્તવ્યમાં આશા જ પરમ દુઃખનું કારણ છે. એ જે સમ્યક્ પ્રકારે છૂટે તે નર્યું સુખ જ અનુભવાય.
એજ ભાવને ગ્રંથકાર નીચેના કાવ્યથી પુષ્ટ કરે છે – परां कोटि समारुढौ द्वावेव स्तुतिनिन्दयोः । पस्त्यजेत्तपसे चक्रं यस्तपोविषयाशया ॥१६४ ॥
સર્વથી ઉત્કૃષ્ટ સ્તુતિ અને નિંદાને ચગ્ય પરિસીમાને બેજ મનુષ્પો પામે છે, એક તે ચક્રવર્તિપણું છોડી આત્મકલ્યાણ સાધ્ય કરવાની ઈચ્છાથી વાસ્ત તપને અંગીકાર કરે છે તે, અને બીજે તપાદિ સંયમ દશાને વિષયેની આશાથી છેડે છે તે.
જગતમાં કેટલાક સ્તુતિ તથા નિંદા કરવા એગ્ય છે, પણ તે બધામાં જે મહાભાગ્ય ચક્રવર્તિપણને છોડી મુનિપદ ધારણ કરે છે તે સર્વોત્કૃષ્ટ સ્તુતિ કરવા ગ્ય છે, કારણ કે સંપદાને જગત આખું ઈચ્છી રહ્યું છે, તેને જ અર્થે રાત્રિ દિવસ તે જ ઈચ્છામાં અને તે મેળવવાના પ્રયત્નમાં નિરંતર ઝર્યા કરે છે, જાણે તે મેળવીને સુખ અને સન્માન પામીશું-તેવી વિપુલ પ્રાપ્ત ચક્રવર્તિપણાની સંપદા “જાણે પૂર્વે પિતાની કરી જ નથી” એવા પરિણામે “જેમ શરીરને મળ દૂર કરી એ તેમ” ત્યાગ કરી જે મહાપુરુષ મુનિધર્મરૂપ દુર્ધર સમ્યક્તપને આચરે છે, તે મહાપુરુષનો મહિમા સર્વોત્કૃષ્ટપણે સ્તુતિ કરવા ગ્ય છે.
વળી જે પુરુષ ધારણ કરેલા મુનિ પદને છેડીને વિષયેની વાંચ્છાથી રાજ્યપદ અંગીકાર છે, વા આરંભ પરિગ્રહાદિમાં ફસાય છે તે સર્વથી ઉત્કૃષ્ટ નિંદાને પાત્ર છે, અને તે યંગ્ય છે. કારણ એના જે બીજે ક મૂર્ખ હોય કે જે વાસ્તવ્ય આત્મકલ્યાણુજન્ય પવિત્ર સન્માર્ગમાં પ્રવેશ કરીને પછી તેથી પરાડમુખ થાય. જેને વિવેક નેત્ર નથી તે એ વિષયાદિમાં ફસાઈ દુઃખી થાય, એમાં કોઈ મોટું આશ્ચર્ય નથી. પણ હાથમાં દી લઈ ખાડામાં પડે એ પરમ આશ્ચર્ય છે! જગતમાં નાની સરખી પ્રતિજ્ઞા ભંગ કરવાથી નિંદા થાય છે તે સર્વોત્કૃષ્ટ પૂજ્ય મુનિ માગને અંગીકાર કર્યા પછી તેનો ભંગ કરવામાં આવે અને તેની જગતમાં નિંદા થાય એમાં શું આશ્ચર્ય?
તે પ્રશ્ન—નિંદા કેઈની પણ કરવી ગ્ય નથી; કારણ એ એક આત્મશ્રેયસાધક માર્ગમાં દેષ છે.