________________
(૧૪૦)
૨
મલિનતા લગાવે તેની નીચતાનું શું કહેવું? ગ્રંથકાર કહે છે કે–પાપકર્તા તે નીચ છે જ, પરંતુ પાપે મટવાના કારણરૂપ સર્વોત્કૃષ્ટ યુનિલિંગ ધારણ કરી જે જીવ તેમાં દેષ લગાવે તે સર્વથી ઉત્કૃષ્ટ નીચ છે. ગૃહસ્થાવસ્થામાં ઉપાજ્ય પાપ મુનિ અવસ્થામાં દૂર થાય, પરંતુ મુનિ અવસ્થામાં ઉપાજ્ય પાપ કયાંથી અને કયા સાધને દુર થાય? હે ભવ્ય! મુનિલિંગ ધારણ કરી તેમાં દેષ લગાવ એ તને ગ્ય નથી.
જગતમાં આશ્ચર્યતાનાં કારણે અને એવી વાતો ઘણું છે, પણ તે સર્વમાં તપને ધારણ કરી તેને છોડવાવાળા જ અતિ આશ્ચર્ય પમાડે છે. એમ ગ્રંથકાર કહે છે –
सन्त्येव कौतुकशतानि जगत्सु किंतु विस्मापकं तदलमेतदिह द्वयं नः । पीत्वामृतं यदि वमन्ति विसृष्टपुण्याः
संप्राप्य संयमनिधिं यदि च त्यजन्ति ॥ १६८॥ જગતમાં આશ્ચર્યકારી એવી ઘણી વાત છે, અથવા થયા કરે છે. પરંતુ એ વાતથી અમને જરાયે આશ્ચર્ય ભાસતું નથી. વાસ્તવ્યમાં એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. કારણને પામીને વસ્તુનું જે પરિણમન થવાનું છે, તે થયા જ કરે છે, એમાં શું આશ્ચય? પણ આ બે જ કૈતૂહલ અમને અતિ આશ્ચર્ય પમાડે છે. એક અતિશય દુર્લભ અમૃતને પી તેને વમી નાખનારા, અને બીજા સંયમરૂપ પરમ નિધિને પામી તેને ઉલ્લાસિત ચીજો છેડનારા. આ બંને પ્રકારના જીવે ખરેખર ભાગ્યહીન છે.
એક તો અમૃતની પ્રાપ્તિ જ અત્યંત દુર્લભ છે, કદાચિત કઈ પુ. દયવશાત્ તેની પ્રાપ્તિ થઈ તે પછી તેને પાન કરી વમી નાખનારે મનુષ્ય અત્યંત મૂર્ખ છે. લેકમાં પણું મનાય છે કે- અમૃત પાન કર્યા પછી મૃત્યુ તેની પાસે ફટકતું પણ નથી. બુઢાપ એ એક અધું મરણ જ છે. મરણ પાસે ન આવે તો વૃદ્ધાવસ્થા તે કયાંથી તેને સ્પશે? અને તેથી અમૃતપાન કરનાર મનુષ્ય નિરંતર આનંદ નિમગ્ન રહે છે. ગ્રંથકાર કહે છે કે- જડ એવા અમૃતની આટલી બધી મહત્તા છે તે સર્વ દુખના નિમૂળ નાશ થવાના પરમ કારણરૂપ સંચમની મહત્તાનું તે કહેવું જ શું? એવા અપૂર્વ સંયમરૂપ સર્વોત્કૃષ્ટ અમૃતનું કઈ મહાભાગ્યદયે પાન કરી તેને વમે છે, તે જીવ અત્યંત મૂર્ખ શિરોમણી જ છે. મૂર્ખ આત્માની એ અજ્ઞાનપૂર્ણ કૃતિ ઉપર અતિશય ખેદ સહિત