________________
(૧૩૯) આશ્ચર્ય તથા ખેદ ન વતે? મુનિજનેની વીતરાગે પ્રોજેલી સ્વપર કલ્યાણકારક મર્યાદાનું સ્વેચ્છાપૂર્વક ઉલ્લંઘન કરી સ્વયં મુનિનિંદાનું સ્થાન બને છે. કારણ પરિણામધર્મ એ કવચિત્ કર્મોદય વશ છે, એટલે તેમાં તે ચળાચળપણું કવચિત્ કવચિત થાય. પણ બાહ્યથી વિશુદ્ધ પ્રકારે શાસ્ત્રોક્ત મુનિ ધર્મની સમ્યક્ સમાચરીનું સેવન એ સ્વાધીન છે તથા તે ચળાચળ થતા પરિણામ ધર્મને સ્થિર થવાનું અમેઘ ઔષધ છે. ઔષધને છેડી સ્વેચ્છાએ પ્રવર્તિ આરોગ્યતાને ઈચ્છે તે મૂMશિરામણ નહિ તે બીજું શું?
વળી જેટલા ઊંચેથી પડાય તેટલી અધિક ચેટ લાગે છે. જેને સ્વર્ગ નિવાસી દેને ઇંદ્ર પણ નમસ્કાર કરે, અતિ અતિ વિનીત પરિણામે જેના ચરણમાં પિતાનું શિર ઝુકાવે તે તપસ્વીના સર્વોત્કૃષ્ટપણનું શું વર્ણન કરવું? સંસારમાં સર્વથી ઊંચું સ્વર્ગ મનાય છે. પણ એ સ્વર્ગને સ્વામિ ઈંદ્ર તપસ્વી જનના ચરણને પરમ પ્રેમે પૂજે છે. એથી સિદ્ધ છે કે તપસ્વીનું સ્થાન સ્વર્ગના સ્વામી ઇંદ્રથી પણ ઊંચું છે. તે એથી અતિ નીચામાં નીચી સંસાર અવસ્થામાં તપને ભ્રષ્ટ કરી ગરી જવું એ અધિક દુઃખદાયક નથી? હે મુનિ! તું કાંઈ અજ્ઞાની નથી, તે પછી તપને છેડી એ તુચ્છ અનંત દુઃખના હેતુભૂત વિષયની તરફ નીચા નીચા ઝુકવામાં તને જરાયે ભય થતું નથી એ એક પરમ આશ્ચર્ય છે! સાંભળઃ–
विशुध्धति दुराचारः सर्वोऽपि तपसा ध्रुवम् ।
करोति मलिनं तच्च किल सर्वाधरोऽपरः ॥ १६७॥ મહાન પાતક પણ તપથી સંપૂર્ણ દૂર થાય છે, એવા પરમ મહિમાયુક્ત સમ્યક્તપને કઈ કઈ વિષયલુબ્ધ જી વિષયાનુરાગથી મલિન કરે છે.
સુખના વાસ્તવિક માર્ગના ભાન વિનાને જીવ વિષયાદિમાં સુખ કલ્પી વારંવાર તે વિષયાદિ પ્રવૃત્તિમાં ઝંપલાય છે, પણ તેથી જરાયે ઉપરામ પામતે નથી, તે તે નીચ છે; પણુ આત્મકલ્યાણની સાચી અભિલાષાવાળે જીવ સમ્યકતપની એક વાર પ્રતિજ્ઞા કરી તપ કરતાં કરતાં નીચ વિષય વાસનામાં ફસાઈ જાય તે અતિ નીચ છે. જે જળ ઘણું મલિન મળને પણ સાફ કરે છે, તેવા જળમાં જે અધમ મળ ભેળવે તે ખરેખર નીચ છે. તેમ તપ એ પાપને દૂર કરવામાં ઉત્તમ સાધન છે. ઘણુ પાપી જી પણ એ વીતરાગ પ્રણીત સમ્યકૂતપના પસાથે સર્વ પાપથી મુક્ત થયા છે. એવા તપને આદરી જે જીવ તેમાં