________________
(૧૩પ) જેને મન નિધનતા એ જ ધન છે, મૃત્યુ એ જ જીવન છે, અને જ્ઞાન એ જ નેત્ર છે, એવા સત્પરુને વિધિ અર્થાત્ કર્મ શું કરી શકે એમ છે? અર્થાત્ કર્મ તેવા વીર પુરુષોને માટે વ્યર્થ છે.
જે મહામુનિ સમ્યકજ્ઞાનનેત્ર વડે યથાર્થ પદાર્થદર્શન કરી રહ્યા છે, તેમને ધનાદિ રહિત નિગ્રંથપણું એ જ માત્ર ધન છે. જેમ અન્ય જગતવાસિ જી ધનથી સુખી છે, તેમ મુનિજને ધન રહિત નિગ્રંથપણાથી સુખી છે. અન્ય સંસાર પરિણમી છ દશ પ્રકારે પ્રાણ ધારણપણથી સુખી છે, તેમ મુનિજનો ઇઢિયાદિ પરમાણુથી છૂટી શુદ્ધ ચૈતન્યરૂપ નિજપ્રાણ પ્રાપ્તિથી સુખી છે. કહે હવે તે નિગ્રંથને કર્મ શું કરી શકે એમ છે? જગતમાં લોકે મરણ અને નિધનપણને સર્વ દુખેની પરાકાષ્ટા સમજે છે. પણ તેથી તે તે મુનિજનને દુઃખ નથી. કહે હવે વિધિ તેને બીજું શું દુઃખ આપવા સમર્થ છે? કારણ બાહ્ય ઈટાનિષ્ટ સંગેના આધીન તેમની આત્મવૃત્તિ નથી. એ અનિષ્ટ સંગ પ્રાપ્ત થતાં તેઓ પિતાની શુદ્ધાત્મવૃત્તિના અનુસંધાનમાં ઉપગને પ્રેરે છે. એટલે ગમે તેવી વિધિ તેઓ પ્રત્યે નિષ્ફળ જાય છે. તે વિધાતા પિતાનું વિધાતાપણું કોને દર્શાવે છે?
जीविताशा धनाशा च येषां तेषां विधिविधिः । किं करोति विधि स्तेषां येशामाशा निराशता ॥ १६३ ॥ જેને જીવન અને ધનની આશા છે, તેને માટે કર્મ વિધાતારૂપ બને છે, પરંતુ જે મહાભાગ્યને આશાનો જ અભાવ વર્તે છે, તેને વિધાતા શું કરી શકે એમ છે?
અજ્ઞાની અને કર્મથી ડરે છે-“રખે મારું મરણ વા ધનહાનિ થાય!” એવા ડરથી સદેદિત તેઓ ભયભીત છે. જીવન અને ધનાદિની આશાના ભયંકર પાશમાં પડેલા એવા એ અજ્ઞાની છોને કર્મ-વિધિ દુઃખી કરી શકે છે. કેઈ પણ કાળમાં, એવા છો એ આશારૂપ દુઃખથી છૂટી શકતા નથી. આશાનાં ઘેરા વાદળ તેઓના શીર પર ઝઝુમ્યા કરે છે. એક જાય અને બીજું આવે જ. પરંતુ જે મહાપુરુષ જીવિતવ્ય કે ધનાદિ પ્રત્યેની સર્વ આશા છોડી સ્વયં તેના કારણે સન્મુખ જઈ બેઠા તેને વિધાતા શું કરી શકે તેમ છે? મુનિને પર્યાય છૂટવાનો ભય જ નથી, કારણ દ્રવ્યના અખંડ અને અનંત સ્વાભાવિકપણું પ્રત્યે તેને પૂર્ણ વિશ્વાસ છે. વળી નિર્ધનપણું એ કેઈ અપેક્ષાએ સાધકને નિરાકુળપણાનું એક કારણ છે. એમ સમજી સ્વાધીનપણે ધનાદિને જેણે છોડ્યાં છે તેને કર્મ ઉદય (વિધાતા) શું કરી શકે?