________________
(૧૩૪)
જઈ પ્રમાદવશ વિષયાસક્ત થઈ રહેવું એ અનુચિત છે. એ ઇંદ્રિયજન્ય વિષયાદિ સુખની અભિલાષાને છેડી દે.
અગર તારી જે ઈંદ્રિય સુખની જ અભિલાષા હોય-તેમાં જ તું મુગ્ધ બન્યું હોય, તેપણું હે ભાઈ! તું જરા ધીરજ ધારણ કરે! ખચીત તારી ઇચ્છાથી પણ અધિક ઇંદ્રિયજન્ય સુખે તને સાંપડશે; એમ નીચેના કાવ્યથી કહે છે –
तृष्णा भोगेषु चेद्भिक्षो सहस्वाल्पं स्वरेव ते । प्रतीक्ष्य पाकं किं पीत्वा पेयं भुक्तिं विनाशये : ॥१६१ ॥
હે ભિક્ષુ! અગર વિષય સામગ્રીની જ તારી વાંચ્છા હોય તેપણુ ડે સહનશીલ થઈ સબૂર રાખ! તું જે ભેગાદિને ઈરછે છે તેથી વિપુલ અને ઉત્તમ દેવલોકમાં છે. ઉત્તમ અને પકવ થતા ભેજનને જોઈ માત્ર જળાદિ વસ્તુઓ ઢીંચી ઢીંચી ભેજનની વાસ્તવ્ય રુચીનો કેમ નાશ કરે છે?
જેમ કે મૂર્ખ ક્ષુધાતુર મનુષ્ય પરિપકવ થતાં ભેજનને જેવા છતાં થોડી ધીરજ નહિ ધારતાં અર્થાત્ એટલે વખત ક્ષુધાના દુઃખને નહિ સહેતાં અતિ આતુરતામાં ને આતુરતામાં જળાદિ તુચ્છ વસ્તુઓ ઢીંચી ભજનની રુચીનો નાશ કરે છે, તેમ હે મૂખ! તું પણ એમ જ કરી રહ્યો છે. જે ધમકૃતિનું ફળ સ્વર્ગાદિ અનુપમ અસ્પૃદયે છે તેને થડે કાળ ધીરજ ધારી વૃત્તિને રેકી આચર અને એથી થેડા જ વખતમાં તારી ઈચ્છિત ભેગ સામગ્રી તને સ્વયં પ્રાપ્ત થશે. વર્તમાન મનુષ્પઆયુ પૂર્ણ થતાં દેવકને તું પ્રાપ્ત થઈશ ત્યાં તને ઈચ્છિત અત્યંત વિષયાદિ સુખ સામગ્રી મેજુદ છે. વર્તમાન મુનિપદ ધારણ કરી ભેજનાદિ વિષયને આસક્ત બની વિવેકને ભૂલી જઈ સદેષ ભેજનાદિ વિષયને સેવતાં તે માત્ર તને ઈચ્છિત અને ઈષ્ટ સ્વર્ગાદિ જન્ય સુખને જ નાશ કરે છે. આવી ભૂલ કરવી એ તને ગ્ય નથી. મુનિપદ ધારી વિષયાભિલાષી થવું છે કે કિંચિત્ પણ ગ્ય નથી; તથાપિ ભ્રષ્ટ થતા જીવને લેભ દેખાડી સદ્ધર્મમાં સ્થિર કરે એ ગ્ય છે એમ સમજી આમ ઉપદેશ કર્યો છે. અને તે પણ યથા અવસર એગ્ય છે. | કર્મોદય મુનિજનોને કંઈપણ અનિષ્ટ કરવા સમર્થ નથી, કારણ–
निर्धनत्वं धनं येषां मृत्युरेव हि जीवितम् । किं करोति विधिस्तेषां सतां शानैकचक्षुषाम् ॥१६२ ।।