________________
ચાચકભાવ ઉગી યાચક યાચના કરવા સન્મુખ થયો તે વેળા તે યાચકનું મહત્વ દાતારમાં મળી ગયું જેથી યાચક લઘુ અને દાતાર મહાન ગણા. અને વાસ્તવ્યમાં પણ એમ જ છે. કારણ જો એમ ન હોય તે તે વેળા યાચકમાં સંકેચાદિ ભાવ ઉગી તે લઘુત્વ પરિણામી કેમ જણાય? અને દાતાર પ્રફુલ્લતાદિ આત્મવિકાસી ભામાં કલ્લોલ કરતે મહાન કેમ ભાસે? એટલે યુક્તિ અને આગમ સંગત આ વાત સત્ય છે કેતીનપણું સર્વથા નિષેધ્ય અને વજનીય છે.
પ્રશ્ન–મુનિ જને આહારાદિ દાન ગ્રહણ કરે છે તે તેમનામાં પણ દિનપણું કેમ ના ઘટે?
ઉત્તર–જેમ કોઈ રાજભક્ત પુરુષ રાજાની આગળ ભેટ ધરે, પરંતુ તેમાં રાજાની ઈચ્છા નથી, તેમ આત્મગુણ રસીક જને આત્મગુણ વિકાસી મુનિજનોને તેમના વિના યાચે પણ ભક્તિ વિનયાદિ સદભાવપૂર્વક અહારાદિ દાન આપે અને તે મહાપુરુષ લેભ કે આસક્તિ રહિત ગ્રહણ કરે તો તેથી તે દીનપણને અનુભવતા નથી. અને એવી નિસ્પૃહ– વૃતિ જે મહાપુરુષમાં વર્તે છે તે જ મહાન છે. પરંતુ લેભથી દીનતા સહિત લેવા ઈચછે તેજ ખરેખર હીનતાને પ્રાપ્ત થાય. મુનિજન યાચનાપૂર્વક દીનતાથી દાનાદિ ગ્રહણ કરતા નથી જેથી તેઓ અયાચક, અદીન અને સર્વશ્રેષ્ઠ છે.
આગળ ગ્રંથકાર યાચક અને દાતારની ગતિ વિશેષતા બતાવતાં કહે છે કે –
ગ fમવૃક્ષો થાયૂનિવૃક્ષa: I इति स्पष्टं वदन्तो वा नामोन्नामौ तुलान्तयोः ॥ १५४ ॥ ત્રાજવાનાં બંને પહેલાં શું કહે છે? તેઓ પિતાની કૃતિથી કહે છે કે“જેમને ગ્રહણ કરવાની ઈચ્છા છે તેઓ ક્રમે કરી અધોગતિને પામે છે તથા જેઓને ગ્રહણ કરવાની ઈચ્છા નથી તેઓ ઉર્ધ્વગતિને પામે છે.”
ત્રાજવાનાં બંને પલાં પ્રથમ સમાન હોય છે, ત્યાં જે પલું અન્ય વસ્તુને ગ્રહણ કરે છે તે સ્વયં નીચું જાય છે તથા જે પલું અન્ય વસ્તુને ગ્રહણ કરતું નથી તે સ્વાભાવિક ઉચું જાય છે. એ બંને પલાં તેના પ્રેક્ષકને સ્પષ્ટ દર્શાવી રહ્યાં છે કે “એ પર વસ્તુના ગ્રહણ ત્યાગના યેગે જેવી હમારી દશા થઈ રહી છે, તેમ જે જીવ લેભાદિ પરિણામે પર વસ્તુને ગ્રહણ કરશે તે તત્કાલ અધોગતિને પામશે; તથા જે જીવે પરવસ્તુને લેભાદિ પરિણામ રહિત ગ્રહણ નહિ કરે તે સ્વયં ઉર્ધ્વગતિને