________________
( ૧૨૪) '
( સ્વાભાવિક ) મદિર તારે માટે સ્થળે સ્થળે છે, તેા પછી અન્ય લોકિક ઘર મકાનાદિનું તારે શું પ્રયેાજન છે? દિશારૂપ નિર્મળ વસ્ત્રના મલે ખીજા સુતરાદિનાં આત્માને ખેદ અને બ્ય ખેાજે લાધનારા વસ્ત્રાને અર્થે યાચકવૃત્તિ કરવાનુ તારા જેવા સ્વાતંત્ર્યવૃત્તિમાન પુરુષને શું પ્રયેાજન ? યથેચ્છ વિહારી ઉત્તમ આકાશરૂપ નિળ સ્વારી તારી પાસે છે, જ્યાં ઈચ્છામાં આવે ત્યાં ગમન કર! એ સિવાય બીજા વાહનાનિી યાચના તારા જેવાને ન ઘટે. સમ્યક્તપની અભિવૃદ્ધિરૂપ નિર્મળ અને આત્મપરિસતુષ્ટતાજન્ય ભાજનને છેાડી મહા ગ્લાનિયુક્ત સપ્તધાતુની અભિવૃદ્ધિ કરનારા ભેાજનની વાંચ્છના અર્થે દીન થવુ એ શું તને ઉચિત છે ? ક્ષમા આદિ સુખદ નિજગુણામાં રમણ કરાવવાવાળી નિજ પરિણતિરૂપ અખંડ અને એકનિષ્ઠ રમણીને છેડી ભય, ત્રાસ, અને ખેદ્યના કારણરૂપ જગતની ચપળ વૃત્તિમાન એને કચે બુદ્ધિમાન પુરુષ ઈચ્છે ? એ રીતે ધન, મંદિર, વસ્ત્ર, વાહન, લેાજન અને શ્રી આદિ સર્વ જરૂરી સામગ્રી તારી પાસે છે. હવે તારે બીજી એવી કઈ વસ્તુની આવશ્યકતા છે? કે જેના અર્થે તું આત્મગારવ અને વીય ને હણનારી એવી લૈકિક યાચના કરે છે ? હવે તે અયાચક વૃત્તિપૂર્વક સ્વર્ગુણા વિષે અખંડ રમણુ કર ! ત્યાં જ પરિસંતુષ્ટ થા, એ મહાપુરુષોની તને શિક્ષા છે.
જ
જગતમાં પણ યાચક છેટા અને અયાચક મોટા મનાય છે ! સાંભળઃ– परमाणोः परं नालं नभसो न परं 'महत्
इति ब्रुवन् किमद्राक्षीनेौ दिनाभिमानिनौ ।। १५२ ॥
પરમાણુથી કેઇ નાનુ' અને આકાશથી કાઈ માટું નથી, એમ કહેનારા પુરુષોએ જગતમાં દીન અને સ્વાભિમાની પુરુષને જોયા નથી. દીન અને સ્વાભિમાની જનાને જો તેઓએ જોયા હાત તા તેઓ દ્દીનને છેાડી પરમાણુંને નાના અને સ્વાભિમાની પુરુષને છેડી આકાશને માટુ કહેત નહિઁ. કારણુ દીન (યાચક) જન પરમાણુંથી પણ હલકે છે, તથા સ્વાભિમાની મનુષ્ય આકાશથી પણ મહાન છે.
ધમ અને સ્વગારવને હીન કરનારી એવી યાચના કરનારે મનુષ્ય એ જ સથી ઢીન છે, તથા આત્મગૌરવની અભિવૃદ્ધિ કરનાર અયાચકવૃત્તિમાન પુરુષ સર્વાંથી શ્રેષ્ઠ છે.
૧
' મહત્ વર્' એવા પણુ પાડે છે.