________________
વળી આચાર્યો વિનય, માન, પૂજા, સકારાદિના લેભી થયા, તેથી તેઓ પોતાના લેભરૂપ પ્રજનવશે મુનીજનેને ન્યાય માર્ગમાં પ્રવર્તાવી શકતા નથી.
આ કળિકાળમાં જીવે બહુધા જડ અને વક્ર હોય છે, જેઓ ઉચિત દંડ વિના ન્યાય પુર:સર પ્રવર્તતા નથી. તે દંડ આપવાવાળા લેક પદ્ધતિમાં તે મુખ્ય રાજા છે. અને ધર્મ પદ્ધતિ વિષે મુખ્ય આચાર્ય છે. પણ રાજા ધન પ્રાપ્તિરૂપ સ્વપ્રયજન સાધ્ય થતુ હોય તે ન્યાય કરે, તે ધન મુનિજને પાસે નથી, તેથી રાજા પણ તેમને ન્યાય માર્ગમાં વર્તાવી શકે નહિ. જેમ તેમની ઈચ્છા દેડે તેમ સ્વદે પ્રવર્તે. અને વિનય આદિના લેભી આચાર્યું પણ તેમને દંડ આપે નહિ, જેથી બંને તરફથી નિર્ભય થયેલ એવા તે ભ્રષ્ટ મુનિઓ જેમ પિતાની ઈચ્છામાં આવે તેમ સ્વછંદે પ્રવર્તે છે, તેમને કેણું પૂછનાર છે? એટલે આ દુષમ કળિકાળમાં સત્યાર્થ ધર્મ સાધન કરવાવાળા કેઈક જ વિરલ મુનિજન દેખાય છે.
એવા સ્વછંદી મુનિની સંગતિ કરવી ધર્માર્થી જીવને કઈ રીતે ગ્ય નથી, એમ ગ્રંથકાર કહે છે -
एते ते मुनिमानिनः कवलिताः कान्ताकटाक्षेक्षणरङ्गालमशरावसमहरिणप्रख्या भ्रमन्त्याकुलाः। संघर्तु विषयाटवीस्थलतले स्वान्क्वाप्य हो न क्षमामावाजीन्मरुदाहताभ्रचपलैः संसर्गमेभिर्भवान् ॥ १५०॥
હે ભવ્ય! સ્ત્રીઓની કટાક્ષ દૃષ્ટિરૂપ તીક્ષણ બારણેથી જેમનું સંયમરૂપ અંગ ભગ્ન થયું છે, વિકાર વેગના દુઃખથી દુઃખી થતા એવા મુનિવેષધારીઓ વિષયરૂપી ગહન વનમાં હરિણાની માફક સ્વરક્ષણ કરવાને સર્વથા અશક્ત બની વાયુથી ઉડાવેલા વાદળાની માફક ચંચળ અને વ્યાકુળ ચિત્તે જ્યાં ત્યાં ભમતા ફરે છે, છતાં વળી તેઓ પિતાને મુનિ મનાવે છે, એવા એ ભ્રષ્ટ મુનિઓની સંગતિ પણ તું ન કર! કારણ યથાર્થ પણે તેઓ મુનિ જ નથી.
જેમ હરિગુના અંગમાં બાણ વાગ્યું હોય તેની પીડાથી બિચારું વ્યાકુળચિત્ત થતું જંગલમાં ઠામ ઠામ દેડતું ભાગતું ફર્યા કરે, તેમ મુનિષધારી પતિત છનું અંતઃકરણ સ્ત્રીઓના કટાક્ષરૂપ તીક્ષણ કામબાણથી ઘવાયું છે, તેની તીવ્ર પીડાથી વ્યાકુળ ચિત્ત થઈ તે ઠામ ઠામ વિષયની શોધમાં ભમે છે, અને વ્યર્થ પિતાને મુનિ માને છે, મનાવે