________________
સર્વ સમ્યકત્વાદિ ઉત્તમ ગુણેના કારણરૂપ સ્વાભાવિકપણે સ્પષ્ટ ભાસે છે. આમ તેને નિશ્ચય હેવાથી તજવા ગ્ય દેષના કારણેને શીવ્ર તજે છે તથા ગ્રહણુ કરવા એગ્ય ગુણના કારણેને તુરત ગ્રહણ કરે છે. ગુણ દેશ અને તેનાં કારણે સમ્યફ વિવેક થઈ આત્મામાં તથારૂપ દશાપૂર્વક નિશ્ચય વર્તાવે એ જ સમ્યફદર્શન સહિત સમ્યકજ્ઞાન છે. તથા દેષના કારણેને છેડી ગુણના કારણેને (હે પાદેય વિવેકપૂર્વક) પરમ આદર ભાવે ગ્રહણ કરવાં એ જ સમ્યકૂચારિત્ર છે. એ ત્રણેની વાસ્તવિક ઐકયતારૂપ આત્મદશા વર્તવી તે મેક્ષમાર્ગ છે, અને તેથી અખંડ અવ્યાબાધ શુદ્ધાત્મસ્વરૂપમાં તલ્લીનતા થવી એ તેનું ફળ છે, અર્થાત્ મક્ષ છે કે જે દશામાં નિજ અનંત અવ્યાબાધ સ્વાધીન સુખને તે નિરંતર અનુભવે છે. એ જ દશા પ્રાપ્ત થયે જીવની ખરેખરી મહત્તા થશે. તેથી સુબુદ્ધિમાન વિવેકી પુરુષને ઉચિત છે કે-ગુણ દોષ અને તેના કારણેને પ્રથમ જાણી લેવાં.
હિતની વૃદ્ધિ અને અહિતનો પરિહાર એ બંને કાર્યો વિવેકવાન જીવને કર્તવ્ય છે. અવિવેકી જીવને વૃદ્ધિ અને નાશ સમાન છે. એમ ગ્રંથકાર કહે છે –
साधारणौ सकलजंतुषु वृद्धिनाशी जन्मान्तरार्जितशुभाशुभकर्मयोगात् । धीमान्स यः सुगतिसाधनवृद्धिनाश
स्तद्वयत्ययाद्विगतधीरपरोभ्यधायि ।। १४८ ॥ . પૂર્વોપાઈત શુભાશુભ કર્મ સંગથી શરીરાદિ પર પદાર્થોની હાની વૃદ્ધિ તે સર્વે સંસારી જીને થાય છે, એમાં જીવનું નાનામેટાપણું ખરી રીતે જરાય નથી, પરંતુ બુદ્ધિમાન પુરુષ તે એ જ કે જે સુગતિના કારણેની વૃદ્ધિ અને દુર્ગતિના કારણેની હાની કરવાના પ્રયત્નમાં નિરંતર સાવધાનપણે પ્રવર્તે છે. જ્યારે દુબુદ્ધી જીવ દુર્ગતિના સાધનોની વૃદ્ધિ અને સુગતિના સાધનોની હાની કરી રહ્યો હોય છે.
ધનાદિની વૃદ્ધિ અને નિર્ધનાવસ્થાનો નાશ કરનારા જીવને લેકે ચતુર (બુદ્ધિમાન) કહે છે. તથા નિધનાવસ્થાની વૃદ્ધિ અને ધનાદિનો નાશ થવાથી તેને મૂખમાં ગણે છે. લેકેની ઉપરોક્ત માન્યતા નિતાંત ભૂલ છે. કારણ એ તે પૂર્વે પાર્જીત શુભાશુભ પ્રારબ્ધદયથી થાય છે. સર્વ ઇવેને એવી હાની વૃદ્ધિ તથારૂપ પ્રારબ્ધદય વડે સ્વયમેવ થઈ રહી છે. એવી હાની વૃદ્ધિમાં જીવનું કાંઈ પણ અવિશેષ કે વિશેષપણું નથી.