________________
(૧૯) તેથી શીતળતા અનુભવે, તેમ અહીં પણ જે અનાદિ સંસાર પરિણામેથી તું દુઃખ અનુભવી રહ્યો છે, તેથી ઉલટ પરિણમે તો અવશ્ય સુખને જ અનુભવે. હે જીવ! ગુણને છેડી દેષનું સેવન તે તું અનાદિકાળથી કરી રહ્યો છે, અને તેથી જ તું આજ સુધી વાસ્તવિક શાશ્વત્ સુખને પામ્યું નથી. જ્યાંથી પામે? કારણે વિપરીત હોય ત્યાં કાર્ય પણ વિપરીત જ થાય. હવે તે તને ઉચિત છે કે-દેષને છેડી ગુણને જ ગ્રહણ કરવા. જેથી તું પરમ સુખી થાય. ફરી આ સુઅવસર પ્રાપ્ત થ અતિ અતિ દુર્લભ છે.
ગુણ દોષને કારણે સહિત જાણીને બુદ્ધિમાને શું કરે છે – इमे दोषास्तेषां प्रभवनममीभ्यो नियमितो गुणाश्चैते तेषामपि भवनमेतेभ्य इति यः । त्यजस्त्याज्यान् हेतून अटिति हितहेतून प्रतिभजन् स विद्वान् सद्वृतः स हि स हि निधिः सौख्ययशसोः॥१७॥
અમુક કારણથી દેષ, અને અમુક કારણે સેવવાથી ગુણ ઉત્પન્ન થાય છે, એમ સમ્યક્ પ્રકારે જાણીને જે પુરુષ દેષના ઉત્પાદક કારનો તુરત ત્યાગ કરે, અને હિતરૂપ ગુણેના ઉત્પાદક કારણેને તુરત ગ્રહણ કરે તે જ પુરુષ જ્ઞાની, તે જ ચારિત્રવાન, અને તે જ સુખ અને યશનું નિધાન છે.
વિવેકી પુરુષ ગુણ દેવને વિચારપૂર્વક ઓળખે, તે મિથ્યાત્વાદિક તેને ખરેખર દેશ જ ભાસે. કારણ એ જ આત્માને પરમ દુઃખના હેતુ છે, અને સમ્યક્ત્વાદિક ગુણ ભાસે છે કે જે આત્માને વાસ્તય સુખના અનન્ય હેતુ છે. વિપરીત તત્વાર્થ પ્રતીતિ એ જ મિથ્યાત્વ છે. જીવ અનાદિ સંસાર દશામાં જગતના સઘળા બના–ભાવો–અને પ્રવૃત્તિઓનો નિર્ણય કર્યા કરતે છતે પણ માત્ર પોતાના વાસ્તવ્ય સ્વરૂપ સંબધી અનિર્ણય અર્થાત વિપરીત શ્રદ્ધાન વડે જ દુઃખી થઈ રહ્યો છે, અને એ જ અનંત સંસારદશાનું બીજ છે, સર્વ દુઃખનું મૂળ છે. જન્મ મરણાદિ, શત્રુ મિત્રાદિ ભાવ કલપનાનો હેતુ છે. અને એ જ આત્માના વાસ્તવ્ય સુખનું પ્રતિપક્ષી છે. જેને જૈન પરિભાષામાં મિથ્યાદર્શન એ સંજ્ઞાઓ ઓળખાવવામાં આવ્યું છે.
વિચારવાન વિવેકી પુરુષને કુદેવ, કુગુરુ, અને વિષયાદિ સામગ્રી એ સર્વ મિથ્યાત્વાદિ પરમ દેશના કારણરૂપ છે, એમ પ્રત્યક્ષ ભાસે છે. અને સતદેવ, સદ્દગુરુ, સશાસ્ત્ર અને વ્રત સંયમાદિ સદઅનુષ્ઠાન એ.