________________
(૧૧)
જગતમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે કે કઈ કઈ બુદ્ધિમાન પુરુષે સરસાઈપૂર્વક પુર પ્રયત્ન કરવા છતાં પણ નિર્ધન રહે છે. જ્યારે કઈ કઈ મૂર્ખ છ વિના પ્રયત્ન, થેડા પ્રયત્ન, વા વિપરીત પ્રયત્ન પણ ધનવાન થતા જોવામાં આવે છે. વળી એક જ જીવ જે બુદ્ધિ વડે ધનવાન થયે હોય, તે જ જીવ તે જ બુદ્ધિ વડે ઘડીભરમાં નિધન થતું દેખીએ છીએ. એટલે એવા વૃદ્ધિ, નાશમાં બુદ્ધિનું કાંઈ ખાસ પ્રયે જન લાગતું નથી. એમાં જીવનો પુરુષાર્થ માનવે એ નિરર્થક જેવું છે. પરંતુ જે બુદ્ધિ વડે સમ્યકત્વાદિ નિજ સુખદ ભાવની વૃદ્ધિ થાય, તે બુદ્ધિને ધન્ય છે, સત્ય છે. કારણું નિજ ગુણની વૃદ્ધિ હાની થવામાં ખાસ કરીને જીવનો પુરુષાર્થ જ કાર્યકારી થાય છે. જે પોતાની બુદ્ધિ અર્થાત્ વિચાર પરિણમે તેવું કાર્ય પ્રાચે જીવ કરે છે. પ્રત્યક્ષ જોવામાં આવે છે કે તિર્યંચાદિક પ્રાણીઓ પણ સદબુદ્ધિથી ધર્મ સાધન કરી સ્વર્ગાદિકને પ્રાપ્ત થાય છે. જ્યારે કેઈ ચક્રવર્તિ જે મહારાજા કેવળ દુબુદ્ધિને પ્રેર્યો અધર્મ સાધન કરી નકદિ દુર્ગતિને પ્રાપ્ત થાય છે. માટે ઉત્તમ ગતિના સાધનભૂત વૃદ્ધિ નાશ પ્રત્યે બુદ્ધિનું ખાસ પ્રજન જાણી જીવે એ તરફ જ પુરુષાર્થ કર ચોગ્ય છે.
સુગતિના સાધનભૂત ધર્મ પરિણામની વૃદ્ધિ કરવાવાળા જ જગતમાં બહુ થોડા છે, એમ ગ્રંથકાર કહે છે –
कलौ दंडो नीतिः स च नृपतिभिस्ते नृपतयो नयन्त्यर्थार्थ तं न च धन मदोस्त्याश्रमवताम् । नतानामाचार्या न हि नतिरताः साधुचरितास्तपस्तेषु श्रीमन्मणय इव जाताः प्रविरलाः ॥१४९॥
આ નિષ્પષ્ટ કળિકાળમાં રાજા પણ મુનિ જનને ન્યાય માર્ગમાં પ્રવર્તાવી શકે નહિ, તેમ આચાર્ય પણ તેમને ન્યાયમાર્ગમાં પ્રવર્તાવી શકે નહિ. અને તેથી જ આ કાળમાં મુનિ જનેમાં ઉત્તમ આચરણના ધારક શોભાયમાન ઉત્કૃષ્ટ મુનિરૂપ રત્ન બહુ થોડાં છે. - કળિકાળમાં નીતિ એ જ દંડ છે. દંડથી ન્યાયમાર્ગ ચાલે છે, રાજા વિના તે દંડ દેવાને કઈ સમર્થ નથી. પણ રાજા ધનને અર્થે ન્યાય કરે છે-ધન પ્રાપ્તિરૂપ પ્રોજન વિના રાજા ન્યાય પણું કરે નહિ. એમ ન્યાંય આટલે બધે આ કાળમાં મેં થઈ પડ્યું છે. મુનિજને પાસે તે ધન નથી, કારણ તેમને બાહ્ય વેષ જ ધનાદિ રહિત છે. તેથી તેમાંના કેઈ ભ્રષ્ટ મુનિઓને રાજા પણ ન્યાય માર્ગમાં પ્રવર્તાવી શક્તા નથી.