________________
(૧૫) પ્રશ્ન–શાસ્ત્રકાએ તે માનાદિની વૃદ્ધિમાં પાપ અને તેની હાનીમાં ધર્મ કહ્યો છે. તો પછી દીન (યાચક) પુરુષને ધર્મ અને અભિમાની જનને અધમ કેમ ન ઘટે? કારણ કષાય તથા ધર્મને તો પ્રતિપક્ષપણું છે.
ઉત્તર–કઈ કષાયની તીવ્રતાના કારણે કઈ કષાય ઘટે તે ત્યાં ધર્મ નથી. લેભ કષાયની તીવ્રતાના કારણે ચાચક જન માનાદિને આવું કરે છે. પરંતુ વાસ્તવિકપણે તેને કષાયને અભાવ નથી. અને ત્યાં કષાયને અભાવ નથી પરંતુ કષાયની જ વૃદ્ધિ અર્થે કોઈ કષાય ઘટાડે તો ત્યાં કષાયવૃદ્ધિરૂપ અંતરંગ હેતુ હોવાથી ધર્મ નથી, પરંતુ સાથે સાથે તે માયારૂપ પાપને પણ સેવે છે, ત્યાં તે હેતુમાં જ વિપર્યાસપણું છે.
સ્વાભિમાની પુરુષમાં સર્વ કષાય ઘટવા છતાં તેની કઈ અવસ્થા તને શ્રમથી કષાયી જેવી ભાસે છતાં ધર્મ જ છે. એટલે જે પુરુષ આત્મગૌરવના રક્ષણને અર્થે યાચના નહિ કરતાં અદીનવૃત્તિને અનુસરે તે અભિમાની નહિ, પરંતુ લેભ પરિણામ આત્મામાં દુઃખ આપતે છતાં મિથ્યા અકડાઈમાં રહી સીધી માગણી નહિ કરતાં આડાટેડા માયાયુક્ત ઘાટ ઘડે તે જ અભિમાની છે.
વળી સર્વ કષાય મંદ થયા હોય એ પુરુષ અવૃત્તિ જનેને નમે નહીં, કારણ તેને નમવાનું કાંઈ પ્રયે જન નથી. જ્યાં લોભ નથી ત્યાં જગતની તુચ્છ અને ક્ષણીક વસ્તુઓને અર્થે તે બીજાને કેમ નમે? અને તેથી તે કઈ વેળા બીજાને અભિમાની જે ભ્રમથી ભાસે પરંતુ તે ખરેખર અભિમાની નથી. દીનતા કરવા છતાં પણ કોઈ આપી દેતું નથી. લાભ-અલાભનું ઉપાદાન કારણ માત્ર અંતરાય કર્મને ક્ષોપશમ અને તેના ઉદયની તીવ્રતા છે. તો પછી અણુમૂલ્યરૂપ નિજ ગૌરવને વિસ્મણ કરી તે યાચના કેમ કરે?
અહીં કોઈ કહે છે કે વાચકનું ગૌરવ કયાં ગયું? કે જેથી તેનામાં લઘુપણું પ્રાપ્ત થયું ?
याचितुर्गौरवं दातुर्मन्ये संक्रान्तमन्यथा । तदवस्थौ कयं स्यातामेतौ गुरुलघू तदा ॥१५३॥
હું એમ સમજું છું કે-વાચકનું ગૌરવ દાતાર પુરુષમાં મળી ગયું, કારણ જે એમ ના હોય તે યાચનાના સમયમાં યાચવારૂપ અને દેવારૂપ છે દશા જેની એવા તે બંનેમાં ન્હાના મોટાપણું કયાંથી હોય?
અહીં ઉઘેક્ષાલંકારપૂર્વક ગ્રંથકાર કહે છે કે–અમને એમ ભાસે છે કે પ્રથમ એ યાચક અને દાતાર બંને સમાન હતા, પણ જે વેળા