________________
(૧૭)
પ્રાપ્ત થશે. ગ્રંથકાર કહે છે કે દીનતા ત્યાં હીનતા અને દુર્ગતિનો વાસ છે, માટે મુમુક્ષુને કઈ પ્રકારે દીનતા કર્તવ્ય નથી.
પ્રશ્ન—દીનતામાં તે વળી એવું શું પાપ છે? તેમાં નથી હિંસા કે નથી ચેરી આદિ.
ઉત્તર–ત્યાં લેભ કષાયની એટલી બધી તીવ્રતા છે કે જેથી અન્ય કષાયે તેને નિર્બળ કરવા પડે છે, લોક લજજા મૂકવી પડે છે, ધર્માદિ સદ્દ અનુષ્ઠાનને પણ તે ગણતો નથી. કવચિત્ કરે છે તો અંતરંગમાં તે લેભ હેતુને ઊભે રાખીને કરે છે. વધારે શું કહીએ, પિતાના પૂજ્ય અને વડીલાદિ માનનિય પુરુષેનું પણ અપમાન કરી-કરાવીને પણ પિતાના ઈચ્છિત પ્રજનને સાધવા પ્રયત્ન કરે છે. લેભાદિને અર્થે વિવેક કે હિતાહિત હે પાદેયને ભૂલી ચૈતન્ય જેવા ચૈતન્યને જડવત બનાવી મૂકે છે અને એ જ મહા પાપ છે.
યાચકોના મનવાંચ્છિત અર્થની સિદ્ધિ થતી નથી એવા એ ઐશ્વર્યપણું કરતાં તો પેલી દરિદ્રાવસ્થા ભલી છે,” એમ ગ્રંથકાર નીચેના કાવ્યથી સંબંધે છે –
सस्वमाशासते सर्वे न स्वं तत्सर्वतर्पि यत् ।
अर्थिवैमुख्यसंपादि सस्वत्वानिः स्वतावरम् ॥ १५५॥ . જગતમાં ધનવાન પુરુષને સર્વ યાચે છે. પણ એટલું ધન કેઈ પાસે સંગ્રહિત નથી કે જે વડે સર્વ યાચકોને તૃપ્ત કરી શકાય. યાચકને વિમુખ કરવાવાળા ધન સહિતપણું કરતાં તો એ ધન રહિતપણું જ ભલું છે.'
કેટલાક મનુષ્ય કહે છે કે ધન વડે યાચકોના મનોરથ પૂર્ણ કરાય છે, તેથી ધનવાન થવું એ ઈષ્ટ છે. ગ્રંથકાર કહે છે કે સર્વ અર્થીઓના સર્વ મનોરથ પૂર્ણ થાય એવું ધનવાનપણું જગતમાં કેઈને પણ પ્રાપ્ત થતું નથી. વળી ધનવાનું ધનવાનપણું એ એની પિતાની મહદ અને વિશાળ ઈચ્છાનું એક બિંદુ માત્ર પણ નથી. તે પછી એની વિશાળ ઈચ્છા આગળ સ્વ૯૫ જેટલા ધન વડે તે અન્ય યાચકની યાચના શી રીતે પૂર્ણ કરી શકશે? પિતાની ઈચ્છા પૂર્ણ થાય નહિ, તથા અન્ય યાચકે વિમુખ થાય, પોતે પણ દાનથી વિમુખપણે વતે તેવા ધનવાનપણું કરતાં તે એ નિર્ધાનપણું જ રૂડું છે, કે જેમાં તેની પાસે કઈ મનુષ્યાદિ પ્રાણ આશા તે ન કરી પ્રત્યક્ષ જુઓ કે ધનવાનની પાછળ રાજા, મિત્ર, સ્ત્રી, પુત્ર, અને યાચકાદિ સર્વ લાગ્યાં છે. નિધન પુરુષને