________________
(૧૩)
છે. કારણ કામની તીવ્રતામાં ધર્મ સાધન કરવું તે દૂર રહ્યું, પરંતુ દેખવા, સુંઘવા, સાંભળવા આદિ વિષયમાં પણ મન સ્થિર થતું નથી; એ કામની પીડા જ કેઇ એવી વિચિત્ર છે. જેમ પવનથી વિપરાતાં દળ અતિ ચંચળ હોય છે, તેમ વિકાર ભાવથી ભ્રષ્ટ થએલા એવા એ મુનિવેષધારીઓ પણ અતિ ચંચળ ચિત્તવાળા હોય છે. આચાર્ય શિક્ષા આપે છે કે-હે ભવ્ય! તેમનું તે હોનહાર (ભાવી) જ એવું છે; પણ તું જે જરા પણ ધર્મ બુદ્ધિ ધરાવતે હેય, અને તને સ્વકલ્યાણ ભણી જે જરા પણ અભિરુચી હોય તો એવા ભ્રષ્ટ મુનિઓની સંગતિ પણ તું ન કર! એમની સંગતિ માત્રથી પણ તે તેમને સાથી થઈ દુર્ગતિને પ્રાપ્ત થઈશ, માટે એવા ભ્રષ્ટ મુનિએની સંગતિ કરવી પણ યેગ્ય નથી.
એવા શ્રેષ્ઠ મુનિઓની સંગતિ દૂર કરી છે જેણે એવા સુબુદ્ધિમાન સાધુને ગ્રંથકાર સંબોધે છે કે-હે મહા ભાગ્ય ! તું પુરે સ્વતંત્ર છે. તને કઈ પણ વસ્તુની એવી જરૂર નથી કે જેના વિના તને આ સંયમી સ્થિતિમાં ન જ ચાલે ! અને તારી આ પરમ નિઃશ્રેયસ સાધક પ્રવૃત્તિ અટકી પડે, સાંભળ –
गेहं गुहा परिदधासि दिशो विहाय संयानमिष्टमशनं तपसोऽभिवृद्धिः । प्राप्तागमार्थ तव सन्ति गुणाः कलत्र
मप्रार्थ्यवृत्तिरसि यासि वृथैव याश्चाम् ॥ १५१॥ હે ગીતાથ! ગુફા તારું મંદિર છે, દિશાઓ એ તારાં વસ્ત્ર છે, આકાશ એ તારું વાહન છે, તપવૃદ્ધિરૂપ ઉત્તમ ભેજન છે, ગુણલક્ષમીરૂપ સ્વામિ ભક્ત તારી સ્ત્રી છે, એમ સર્વ પ્રકારે સાધન સંપન્ન તું છે, તે પછી તને યાચના કરવાનું શું પ્રયોજન છે? આવી સર્વોત્તમ દશામાં કેઈ પાસે કાંઈ પણ યાચવાની તને આવશ્યકતા જ નથી. હવે યાચના કરવી એ કેવળ વ્યર્થ છે.
જગતમાં લેક ધન, ગૃહ, વસ્ત્ર, વાહન, ભજન, સ્ત્રી, આદિ તુચ્છ જરૂરીઆતોને આધિન થઈ પિતાનું પરમ મહત્વ ભૂલી જઈ દીનવત બની જાય છે. આત્મગૌરવને વિસારી તને દીન થવું ન ઘટે. સાંભળ! આગમન અર્થરૂપ સર્વ મનોરથને વિના પરિશ્રમે સાધ્ય કરવાવાળું અતૂટ જ્ઞાન-ધન તારી પાસે છે. તે પછી પરમ ખેદરૂપ અને તે પણ ક્ષણિક ધનને અર્થે યાચના કરી દીનપણું અનુભવવું એ શું તને ઉચિત છે? વળી લેક ઘર મંદિરાદિને અર્થે યાચના કરે છે, પણ પ્રાકૃતિક