________________
દેષયુક્ત ઊંચી પદવી કરતાં નીચી પદવી શ્રેષ્ઠ છે. અહિં ગ્રંથકાર ઊંચી સ્થિતિ છેડાવાનું કહેતા નથી; પણ દેષ યુક્ત થઈ સર્વોત્કૃષ્ટ પદને મલિન કરવું ગ્ય નથી એમ શિક્ષા આપે છે. સાધુ નામ ધરાવી આકાર ફેર કરી એના એ જ આરંભ પરિગ્રહાદિમાં ફસાયા હોય, ત્યાગને નામે ઇઢિયાર્થ, માનાર્થ અને સંસારાર્થ સાધી રહ્યા હોય, એવા જ પ્રત્યે અનુકંપા લાવી શ્રી ગુરુ ઉપરોક્ત સમ્યફ શિક્ષા આપે છે.
શિષ્યના વિદ્યમાન દેવને પ્રકાશવાવાળા દુજને હિતકારી અને આરાધ્ય છે. પણ વિદ્યમાન દેષને ઢાંકપિછોડ કરનારા આચાર્ય હોય તેપણ તે અહિતકારી અને અનારાધ્ય છે. એ વાત ગ્રંથકાર સ્વયં વર્ણન કરે છે –
दोषान् कांचन तान् प्रवर्तकतया प्रच्छाद्य गच्छत्ययं सार्द्ध तैः सहसा म्रियेद्यदि गुरुः पश्चात् करोत्येष किम् । तस्मान्मे न गुरुर्गुरुगुरुतरान् कृत्वा लघूश्च स्फुटम् ब्रूते यः सततं समीक्ष्य निपुणं सोऽयं खलः सद्गुरुः ।। १४२ ।।
અગર જે કઈ ગુરુ પિતાની પાટ સાચવી રાખવાને અર્થે , પરંપરા જેમ તેમ નિભાવવા અર્થે શિષ્યના દેષને છુપાવી રાખે, અને તે શિષ્ય એવા દેશ સહિતપણે મરણ પામે તો તે ગુરુ શિષ્યના મરણ પછી તેનું શું ભલું કરવાના હતા? શિષ્યની જીવન સ્થિતિમાં જે ગુરુ શિષ્યને દેષમુક્ત ના કરી શક્યા તે પરગતિ પરવરેલા શિષ્યને શું દેષ મુકત કરવાના હતા? એવા ગુરુ તે અમારા ગુરુ નથી, પણ દેષ દેખવામાં પ્રવીણ અને સમ્યક ગુણોને ગ્રહણ કરાવવામાં નિરંતર દક્ષ હોય તે જ સાચા ગુરુ છે. એમ ન હોય તો પેલા ખુશામતિયા સ્વાથી ગુરુઓ કરતાં તો કેઈ અપેક્ષાએ થોડા પ્રમાણમાં પણ દેષને દેખીને તેને ઘણું પ્રકારે પ્રગટ કરવાવાળા દુજને ગુરુ સમાન કાર્યકારી છે–ઠીક છે.
પૂર્વ સૂત્રમાં દેલવાનની નિંદા કરી હતી, તે સાંભળી કેઈ એમ કહે કે –“ અવગુણ ગ્રાહી થવું એ ચગ્ય નથી, પણ ગુણગ્રાહી થવું એ જ એગ્ય છે” તે પ્રત્યે ગ્રંથકાર કહે છે કે–પિતે દેષ સહિત હોય, ને તે છેડવા ગમે નહિ, અને વળી લેકમાં ઊચ્ચ પદ રાખવું ઈછે, તે પણ છોડવું ગમે નહિ તેવાને દેષ પ્રગટ કરનાર બૂર જ લાગે. પરંતુ જેને પિતાનું લઘુપણું હિતકારી ભાસ્યું છે, પિતાની જરા પણ ઊચતા જગતમાં પ્રગટ કરવા જે ઈચ્છતા નથી, વ્યર્થ આડંબરને જે પ્રગટ ઝેર સમજે છે, અને નિરંતર દેષમુક્ત થવાની જેની તીવ્ર કામના વર્તે છે, એવા ધર્માત્માને દેષ પ્રગટ કરવાવાળા બૂર લાગતું નથી.