________________
(૧૧૩) છે, તેથી જ મહાપુરુષે કહે છે કે –“જગત એક રીતે ગુરુની ગરજ સારે છે.”
પ્રશ્ન–દેષ પ્રગટ કરવાથી ધર્મને છેદ થાય, અને તેથી પાપ થાય.
ઉત્તર–ઈર્ષાપૂર્વક અન્યનું બુરું કરવાને અર્થે જે સામાના દેષ પ્રગટ કરવામાં આવે તે પાપ થાય; પરંતુ દયાબુદ્ધિપૂર્વક દેશ છોડાવવાના હેતુથી દેષ કહેવામાં આવે તેથી તે ખરેખર પુણ્ય થાય.
પ્રશ્ન-દુજીને તે પાપી છે, તેમને ગુરુ કેમ કહેવાય?
ઉત્તર–દુર્જને તો ખરેખર પાપી જ છે, પરંતુ દેષ છુપાવવાવાળા ખુશામતિયા ગુરુએ દુજેનેથી પણ અધિક બૂરા છે તેથી અહિં પ્રજનવશાત્ અલંકાર યુક્તપણે તેમને ગુરુ કહ્યા છે; પરમાર્થથી તેઓ ગુરુ નથી.
विकाशयन्ति भव्यस्य मनोमुकुलमंशवः । रवेरिवारविंदस्य कठोराश्च गुरुक्तयः ॥१४१॥
જેમ સૂર્યના આકરાં કિરણે કમળની નાજુક કવિઓને પ્રકુલિત કરે છે તેમ શ્રી ગુરુનાં કઠોર શિક્ષા વચને પણ ભવ્ય જીના અંત:કરણને પ્રફુલ્લિત કરે છે.
દેષ છેડાવવાને અને ગુણ ગ્રહણ કરાવવાને અર્થે શ્રી ગુરુ કઠણ વચન કહે પણ તેથી ભવ્ય જીવોનું હૃદય આનંદિત થાય છે, પરંતુ તેથી તેમને શોક કે ખેદ થતું નથી. જેમ સમસ્ત જગતને આતાપ ઉપજાવનારાં સૂર્યનાં પ્રખર ઉષ્ણુ કિરણે પણ નાજુક કમળને પ્રફુલ્લિત કરે છે. શ્રી ગુરુ જ્યારે ધર્માત્મા જનેને વારંવાર પ્રેરણા કરી કરીને ધર્મોપદેશ કરે છે, ત્યારે ત્યારે તેઓ પિતાને ધન્ય અને કૃતાર્થ સમજે છે, અને એમાં જ તેઓ પિતાનું શ્રેય સમજે છે.
વળી ઉપવાસી જીવ અને એક કણ પણું ભક્ષણ કરે તો તે પાપી છે, જ્યારે ઊનેદરી તપ વિષે તેથી વિશેષ અન્ન ભક્ષણ કરે તે પણ તે ધર્માત્મા જ છે. કારણું પ્રથમ પુરુષ ઉપવાસ તપ માટે વીતરાગે પ્રરુપણ કરેલી મર્યાદાનું તેની આજ્ઞા ઉપર પગ દઈ ઉલ્લંઘન કરે છે, અને એ જ તેને જ્ઞાની પુરુષની સમ્યક આજ્ઞા ઉલ્લંઘનરૂપ તીવ્રકષાય તેને તીવ્ર પાપબંધનું કારણે થાય છે. ત્યારે બીજો પુરુષ ઊનેદરી તપ માટે વીતરાગે પ્રરુપણુ કરેલી મર્યાદારૂપ આજ્ઞાના સાપેક્ષપણને લઈને પાપબંધ કરતે નથી ઊલટે મંદ કષાય વડે પુણ્યબંધ કરે છે, અને તેથી તે ધર્માત્મા છે.