________________
(૧૧) પ્રેમે ઉપાસે છે, તપથી ભ્રષ્ટ થયા પછી તે જ પુરુષનું જગતમાં કઈ નામ પણ યાદ કરતું નથી. તેનું નામ યાદ કરવામાં પણ પાપ સમજે છે. અને એ ન્યાય છે. કારણ ગુણેને નાશ લઘુપણું જ પ્રાપ્ત કરાવે છે. તેથી સુગ્ય છે કે જે તે પ્રકારે ગુણેની રક્ષા કરવી શ્રેષ્ટ છે. સાથે આ વાત પણ ધ્યાન રાખવા જેવી છે કે-કુલના, પદના, કે વેષના સંબંધથી માત્ર ઉંચપણું ક૯પવું એ નિતાંત ભ્રમ છે. કારણ એક જ જીવ જે પ્રથમ ગુણેના અસ્તિત્વમાં વંદનીય હતે તેજ પુરુષ ગુણેના નાશથી નિઘપણને પ્રાપ્ત થયું. તે પછી પૂર્વ મહાપુરુષના ગુણવાનપણથી વર્તમાન ગુણહીન પુરુષ માત્ર ગુણીનું નામ અને વેષ ધારણ કરવાથી કયાંથી વંદનીય હોય? કુલ પરંપરાએ, કે લેક પ્રવાહે વંદનિકપણું ઘટતું નથી, પણ ગુણેથી જ પૂજ્યપણું પ્રાપ્ત થાય છે. ' ઉજવળ ગુણના સમુદાયમાં દેષની કાળાશને અંશ પણ ન શોભે. એ વાત અન્યક્તિ અલંકાર પૂર્વક ગ્રંથકાર નીચેના સ્લેકથી પ્રતિપાદન કરે છે –
हे चंद्रमः किमिति लांच्छनवानभूस्त्वं तद्वान् भवेः किमिति तन्मय एवं नाभूः । किं ज्योत्स्नया मलमलं तव घोषयन्त्या स्वर्भानुवन्ननु तथा सति नासि लक्ष्यः ॥ १४०॥
હે ચંદ્ર! તું કાલિમારૂપ કલંક સહિત કેમ થ? અગર કલંક સહિત થવું હતું તે સર્વ પ્રદેશે કલંકમય કેમ ન થયો? રે ચંદ્ર! અવશેષ મલ દર્શાવતી (લાંછન યુક્ત) ચાંદનીથી તને શું સિદ્ધિ છે? અગર તું રાહત શ્યામ રહ્યો હેત તે જગતમાં કેઈની પણ ટીકાને પાત્ર ન થાત. તારું રહ્યું હું એક અંશ પણું શ્યામપણું જગતમાં તને લાંછન યુક્ત કહેવરાવે છે. તારી નિર્મળ, શાંત અને મધુરી ચાંદનિમાં એટલી પણ શ્યામતા તારા સ્વરૂપથી જુદી પડી જઈ તને લજાવે છે. અહીં ચંદ્રને ઠપકો આપવાના બહાને અન્યાક્તિ અલંકાર પૂર્વક ગ્રંથકાર મુનિજનને સંબોધે છે કે હે ચંદ્રસ્વરૂપ નિર્મળ, શાંત અને આનંદદાતા મુનિ! ઉજ્જવળ પદને ધારક ચંદ્ર જેમ કિંચિત કાલિમાંથી જગતમાં અન્ય જનેથી ટીકાને પાત્ર થાય છે. અગર જે તે સર્વ પ્રકારે રાહુવત્ શ્યામ હેત તો તેને કોઈ પણ ટેકત નહિ. તેમ તું નિર્મળ સર્વોત્કૃષ્ટ પદધારી મુનિ થયે છે, તે તારામાં કિંચિત્ પણ દેષ દેખી તને કલંકી સમજી લેક ટેકશે. અગર તું નીચેના ગૃહસ્થ પદમાં હોત તો ત્યાં તેને સર્વ પ્રકારે મલ યુક્ત જોઈને પણ “એ તો ગૃહસ્થ છે”