________________
(૧૦૯) અને ધાતુ ઉપધાતુ આદિ સર્વ મહા જુગુપ્સા ગ્ય અશુચિના ભંડાર રૂપ સ્ત્રીના કલેવરમાં ચંદ્રાદિ શુભ પદાર્થોની કલ્પના કલ્પી તું તેથી રતિ પામે છે, તે કરતાં એ ચંદ્રાદિ પદાર્થો પ્રત્યે અનુરાગી કેમ થતું નથી?
જેમ કી વિષ્ટામાં રતિ માની રહ્યો છે, તેમ તું કામથી અંધ થઈ સ્ત્રીના ગંધાતા સડી રહેલા કલેવર વિષે રતિ માની રહ્યો છે. કારણ કામાંધ પુરુષને ભલા બૂરાને વિવેક જ હેતો નથી. હે ભવ્ય ! મહા અધકાર સમ એ કામાંધપણું છેડી હવે તો કાંઈક વિવેકી થા!
સ્ત્રીના કલેવર ઉપર પ્રીતિ થાય છે તે મનની પ્રેરણાથી થાય છે. મન એ નપુંસક છે. નપુંસક મન જગતમાં માત્ર જ્ઞાની પુરુષને પરાભવ પમાડી શકતું નથી. એમ ગ્રંથકાર કહે છે –
मियामनुभवत्स्वयं भवति कातरं केवलं परेष्वनुभवत्सु तां विषयिषु स्फुटं हादते । मनो ननु नपुंसकं त्विति न शब्दतथार्थतः सुधी कथमनेन सन्नुभयथा पुमान् नीयते ॥ १३७॥
મન એ કેવલ શબ્દથી નપુંસક નહિ પરંતુ અર્થથી પણ નપુંસક છે. કારણકે મન પોતે વિષય ભેગવવામાં અશક્ત હોય છે, પરંતુ જ્યારે બીજી સ્પર્શાદિક ઇંદ્રિયો સ્ત્રી આદિને ભગવે છે ત્યારે તે બિચારું દુર રહ્યું રહ્યું માત્ર હર્ષાયમાન થાય છે. સમ્યક્ બુદ્ધિના ધારક જ્ઞાની પુરુષો જ શબ્દથી અને અર્થથી એમ બંને પ્રકારે પુરુષ લિંગી છે. તેઓને એ નપુંસક રાંકડુ મન કેમ પરાભવ પાડી શકે? નહિ
શબ્દ શાસ્ત્રમાં મનને નપુંસક લિંગી કહ્યું છે. પરંતુ એ કેવળ શબ્દથી જ નપુંસક નથી, પણું અર્થથી પણ નપુંસક છે. જગતમાં નપુંસક પુરુષ પિતે તે સ્ત્રીને ભેગવી શકતું નથી, પિતાને બળવાન ભેગતૃષ્ણા હોવા છતાં બીજાં સ્ત્રી પુરુષની ક્રીડા જોઈને ખુશી ખુશી થાય છે. તેમ એ મન સ્ત્રીના ભેગને તે બહુ જ ઈચ્છે છે, પરંતુ પિતે ભેગવી શકતું નથી. બીજી સ્પર્શાદિક ઇંદ્રિય ભેગ કરે ત્યારે તે બિચારું તેમની ક્રિીડા માત્ર જોઈ હર્ષ કર્યા કરે છે. એટલે આ વાત યુક્તિ સંગત છે કે મન એ પિતે શબ્દ અને અર્થથી નપુંસક છે. જે સુવિવેકવાન પુરુષ છે. (સુવિવેક એ શબ્દને વ્યાકરણ શાસ્ત્રકારોએ પુરુષ લિંગી દર્શાવ્યું છે, કારણ સ્ત્રીને ધણુ પુરુષ હોય પણ સ્ત્રી કે નપુંસક ન હોય-એ દ્રષ્ટિએ સુવિવેક શબ્દ શબ્દથી તેમ અથ થી બંનેથી પુરુષ લિંગી છે.) તે પિતાના પુરુષાર્થને ન સંભાળે છે તે નપુંસક એવા મનથી પણ હારી જાય–પરંતુ