________________
(૧૧૦) નપુંસક મન તે સવિવેકવાન પુરુષને કયાંથી પરાભવ પમાડી શકે! ગ્રંથકાર કહે છે કે – હે પ્રિય ભજો! મનને બળવાન માની લઈ તમે સ્વપુરુષાર્થને ન ગુમાવે પુરુષાર્થ વડે નપુંસક મનને જય કર એજ તમને ચગ્ય છે.
राज्यं सौजन्ययुक्तं श्रुतवदुरुषतः पूज्यमत्रापि यस्मात् त्यक्त्वा राज्यं तपस्यन्नलघुरतिलघुः स्यात्तपः प्रोह्य राज्यम् । राज्यात्तस्मात्मपूज्यं तप इति मनसालोच्य धीमानुदग्रं कुर्यादयः समयं प्रभवभयहरं सत्तपःपापभीरुः ॥१३८॥
મનને જીતવા માટે તપ કરવું ચોગ્ય છે તપ વડે પરમ પૂજ્ય પદની જીવને સિદ્ધિ થાય છે. એમ ગ્રંથકાર ઉપરના શ્લોકથી પ્રતિપાદન કરે છે.
સુજનતા અર્થાત્ નીતિ સહિત રાજ્ય, અને શાસ્ત્રજ્ઞાન સહિત સમ્યક તપ એ બંને જગતમાં પૂજ્ય છે. તેમાં પણ જે રાજ્યને છોડીને સમ્યક તપ આચરે છે તે સર્વોત્કૃષ્ટપણુને પ્રાપ્ત થાય છે-તેથી ઉલટું જે તપને છેડીને રાજ્ય ધારણ કરે છે તે જગતમાં પણ અત્યંત લઘુપણને પામે છે, તેથી આ વાત સુગ્ય છે કે તપ એ રાજ્યથી પણ અધિક પૂજ્ય છે. બુદ્ધિમાન આર્ય પુરુ પાપથી ભયભીત થઈ અનંત સંસારભયને સર્વથા દૂર કરવાવાળા ઉત્તમ તપને ઉલ્લાસિત ચિત્તે આચરે છે.
રાજ્યથી પણ તપ અધિક પ્રધાન છે કારણ રાજ પણ તપસ્વીને વંદન કરે છે. પરંતુ તપસ્વી રાજાને વંદન કરતો નથી. એ આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ.
તપગુણના નાશથી જગતમાં લઘુપણું પ્રાપ્ત થાય છે એ વાત ગ્રંથકાર દષ્ટાંત પૂર્વક સિદ્ધ કરે છે –
पुरा शिरसि धार्य्यन्ते पुष्पाणि विबुधैरपि । पश्चात् पादोऽपि नास्माक्षीत किं न कुर्याद्गुणपतिः ॥ १३९ ॥
જે પુષ્પ પહેલાં સુગંધાદિ ગુણોના વિદ્યમાનપણામાં દેવના શિરે ભાગે શોભતું હતું, તે પાછળથી સુગંધાદિ ગુણોના નષ્ટ થવાથી ચરણું સ્પર્શને પણ ગ્ય રહેતું નથી. અને એ ન્યાય છે. કારણ ગુણને નાશ જગતમાં લઘુતા જ પ્રાપ્ત કરાવે છે.
લેકમાં પણ ગુણને જ મહિમા છે. ઉપરોક્ત દષ્ટાંતથી નિશ્ચિત છે કે-જ્ઞાન સહિત સમ્યક્તપના અસ્તિત્વમાં જે પુરુષને દેવે પણ પરમ