________________
(૧૧૬) હોય છે. પરંતુ આ નિકૃષ્ટ હુંડાવત્સપણી કાળમાં તે સત્ય ધમને સમ્યક પ્રકારે કહેવાવાળા તેમ સાંભળવાવાળા છ જ બહુ થોડા જણાય છે, ત્યાં અંગીકાર કરવાવાળા જીની હીનતાનું તે પૂછવું જ શું? આ કાળમાં ધર્મોપદેશકે પિતાના માન-લેભાથીપણને લીધે સત્ય ધર્મ પ્રરૂપી શકે નહિ, ત્યારે સાંભળવાવાળા જડ અને વક્રપણને લીધે સત્ય અસત્ય વચનની તુલના વિના માત્ર હઠગ્રાહીપણુને લઈને સમ્યકૂ ધર્મોપદેશ સાંભળે નહિ. એમ જ્યારે કહેવા અને સાંભળવાવાળા જ
જ્યાં આ કાળમાં દુર્લભ છે તો પછી ત્યાં સભ્યધર્મોપદેશ અંગીકાર કરવાવાળા જીની દુર્લભતા હોય, એમાં આશ્ચર્ય શું? એ રીતે આ કઠણું કળીકાળમાં ધર્મ વસ્તુ દુર્લભ થઈ પડી છે. કારણું આ કાળમાં ઉત્તમ વસ્તુઓની ઉત્તરોત્તર હીનતા જ થતી ચાલી આવે છે. તે પછી ધર્મ જેવી સર્વોત્તમ વસ્તુની અધિકતા ક્યાંથી હોય? ખરેખર આ નિષ્કૃષ્ટ કાળમાં સમ્યકધર્મની પ્રાપ્તિ જે કેઈ વિરલ અને કવચિત થાય છે, તેમને ધન્ય છે.
અહિ કેઈ સંદેહ કરે કે ઉભય લેકમાં હિતકારી સમ્યક્ પણ કઠેર, અને શિષ્યના દેષ પ્રગટ કરતે ધર્મોપદેશ શિષ્યને અરુચિકર થઈ આર્તધ્યાનનું કારણ થાય, અને આર્તધ્યાનને તે મોક્ષમાર્ગમાં સર્વથા હેય ગણ્યું છે! ઉક્ત શંકાનું ગ્રંથકાર નીચેના કાવ્યથી સમાધાન કરે છે –
गुणागुणविवेकिभिर्विहितमप्यलं दूषणं भवेत्सदुपदेशवन्मतिमतामऽतिप्रीतये । कृतं किमपि धाष्टर्यतः स्तवनमप्यतीर्थोषितै
न तोषयति तन्मनांसि खलु कष्टमज्ञानता ॥१४४॥ ગુણ દેશના વિચાર યુક્ત વિવેકી પુરુષનાં પિતાનાં અત્યંત દૂષણ પ્રગટ કરનારાં નિર્મળ પણ કઠેર વચને “જેમ ભલે ઉપદેશ જીવને પ્રીતિ ઉપજાવે છે” તેમ સુશિષ્યના હદયમાં તે પુરુષ પ્રત્યે અત્યંત પ્રેમ ઉપજાવે છે. પરંતુ ધર્મતીર્થને નહિ સેવનારા ધીટ ગુર્વાભાસને ધીટતાયુક્ત ગુણાનુવાદ બુદ્ધિમાનેના હૃદયમાં જરાય સંતેષ ઉપજાવતું નથી.
જે પુરુષ પરનું ભલું ઈચ્છે તે જેમ પરનું ભલું થાય તેમજ પ્રવતે, જીવને અકલ્યાણ ભણું લઈ જનાર એવા દેષને છોડાવવા અર્થે પુરુષ તે જીવના દેષને જણાવે તેમાં બેટુ શું! સપુરુષ જે દેશને પ્રગટ ન