________________
(૧૦૮)
રુદ્ર (મહાદેવ) ના કંઠમાં કાળકૂટ વિષ રહે છે, તે વિષ મહાદેવજીને કાંઈ પણ અસર કરી શકયું નહિ. કાળક્ટને પચાવી શકે તેવા મહાદેવજી પણું સ્ત્રીઓની માયામાં ફસાઈ ગક્ષેમ હારી ગયા, તેથી નિશ્ચય થાય છે કેસ્ત્રી એ જ સર્વ વિષમ વિષેથી પણ ભયંકર વિષ છે.
લેકમાં મનાય છે કે કાળક્રટ વિષ જેવું બીજું કેઈ નિરૂપાય અનિષ્ટકારક વિષ નથી. પણ અમને લાગે છે કે-સ્ત્રીઓ એ તેનાથી પણ વિષમ અર્થાત અનિવારિત અનિષ્ટકારક ભયંકર વિષ છે. જુઓ મહાદેવજી કાળકટ વિષને કંઠમાં જ ધારણ કરે છે, પણ તે તેમને કાંઈપણું અનિષ્ટ કરી શકયું નહિ. પરંતુ માત્ર સ્ત્રીની કામનાના ભયંકર આતાપથી પીડિત થઈ સહજ માત્રમાં પરાભવ પામ્યા. તેથી નિશ્ચય થાય છે કેસ્ત્રી એ કાળક્ટ વિર્ષથી પણ ભયંકર વિષ છે.
વિષમાં અમૃત સ્થાપન કરે છે એવા ઠગે કરતાં પણ જેઓ સ્ત્રી વિષે અમૃત બતાવી અનુરાગ કરાવે છે, તે મહા ઠગ છે. એવા કુકવિઓની કુયુક્તિથી મૂઢ ન થતાં સ્ત્રી પ્રત્યે અનુરાગ છેડે એ જ સર્વ પ્રકારે સુખનું કારણ છે.
तव युवति शरीरे सर्वदोषेकपात्रे रतिरमृतमयूषाद्यर्थसाधर्म्यतश्चेत् । ननु शुचिषु शुभेषु प्रीतिरेष्वेव साध्वि
मदनमधुमदान्धे प्रायशः को विवेकः ॥ १३६ ॥ હે પ્રાણી ! સર્વ દેષને પાત્રરૂપ સ્ત્રીને શરીર વિષે ચંદ્ર આદિ પદાર્થોના જેવા ગુણે કલપી તે એ સ્ત્રીના શરીર ઉપર પ્રીતિ ધરી રહ્યો છે, પણ એ ચંદ્રાદિ પદાર્થો તે શુચિ અને શુભ છે, એમાં પ્રીતિ કરવી ભલી (ઠીક) છે, પણ કામરૂપ મદિરાના મદ વડે અંધ થઈ મહા અશુચિના ભાજનરૂપ એ સ્ત્રીના કલેવર પ્રત્યે તું અનુરાગ ધારી રહ્યો છે, એ શું તારો સવિવેક છે?
મૂખ કકવિઓ સ્ત્રીના મુખ આદિ અંગે વિષે ચંદ્ર અને કમલ આદિ શુભ પદાર્થોની ઉપમા દઈ પ્રીતિ કરાવે છે, વિવેકથી જોતાં સ્ત્રીનું શરીર મહા અશુચિને ભંડાર છે; છતાં કામમદથી અંધ થવાથી તેને તેમાં યોગ્ય અગ્ય કાંઈ સૂઝતું નથી. હાડ માંસ રુધીર શ્લેષ્મ-પરુ
'पनगवेणी चंद्र मु आनन कंचनकलस युगलकुचभार,
लह कवि सब हुए जगतके देख मेरा यह रूप अपार,