________________
(૫૯)
પણ ફેરવવા માગે છે? પણ એમ કેઈ કાળે બન્યું છે? શરીર્ની રક્ષા કરવા ભણીની નરી મૂર્ખતા ભરી હઠ હે ભાઈ તું છોડ! આ વર્તમાન દેહ તરફનો સ્નેહ તું તજે તો જ વારંવાર આવાં ક્ષણવિનાશિ–પરમદુઃખરૂપ શરીર ધારણ કરવાનો અનંત કલેષ શમે અને દેહાતીત જીવનમુક્તદશાને પામી તું વાસ્તવિક આનંદપૂર્ણ થાય.
આયુસ્થિતિ પૂર્ણ થતાં જ કાળ પ્રાણુ લેવા પ્રવૃત થાય છે. તેને દૂર કરવા કેણ સમર્થ છે –
अविज्ञातस्थानो व्यपगततनुः पापमलीनः खलो राहु स्वदशशतकराक्रांतभुवनम् । स्फुरन्तं भास्वंतं किल गिलति हा कष्टमपरं परिमाप्ते काले विलसतिविधेः को हि बलवान् ॥ ७६ ॥
હાય હાય! ઘણું દુઃખની વાત છે કે આયુકર્મ પૂર્ણ થતાંની સાથે જ કાળ માતાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને આવી પહોંચે છે. તે વેળા તેનાથી કંઈ પણ આ જીવની રક્ષા કરી શકતું નથી. સહસ્ર કિરણ સૂર્ય કે જેના પ્રકાશથી આ સમસ્ત ભુવન પ્રકાશિત થઈ રહ્યું છે. દુષ્ટ રાહ જે રાહુ તેના ગ્રાસ કાળે તેનાથી તે સૂર્યને કેઈ બચાવી કે રાહુને ગ્રાસ કરતે હઠાવી શકતું નથી. તેમ આયુના અંતનો સમય પામીને કાળરૂપ રાહુ જીવરૂપ સૂર્યને ગ્રસે છે. સૂર્ય સહસ્ત્ર કિરણ છે, પણ જીવરૂપ સૂર્ય તો અનંત તિરૂપ સ્વયં પ્રકાશમાન છે. કોણ જાણે એ કાળ કે છે? કે જેની દશા સૌ જાણે છે પણ તેનું સ્થાન કેઈ જાણી શકતું નથી. સોમ-મંગળ-બુધ-ગુરુ આદિની માફક રાહુને કઈ વાર નથી. તેથી લેકમાં પણ તે સ્થાન રહિત ગણાય છે. કાળ શરીર રહિત છે, તેમ રાહુને પણ લેક અતનુ કહે છે. કાળ લેક આદિ સમુહને યથા સમયે ગ્રસે છે તેમ રાહુ પણ સૂર્યને યથા સમયે ગમે છે. લોકે પણ રાહુ અને કાળ એ બંનેને પાપી–મલીન અને શ્યામ કહે છે. એમ ઘણું ખરી કાળ અને રાહુમાં સમાનતા છે તેથી કાળને રાહુની ઉપમા આપી છે.
એ કાળ ક્યા સાધનથી અને કયા સ્થાનમાં રહી પ્રાણુને હણે છે? એ ગ્રંથકાર કહે છે –
उत्पाद मोहमदविभ्रयमेव विवं वेधाः स्वयं गतघृणष्ठगवद्यथेष्टम् । संसारभीकरमहागहनान्तराले इन्ता निवारयितुमत्र हि कः समर्थ ॥ ७७॥