________________
જ્ઞાન જે હાજર ન હોત તો કયે મુનિ એ કૃતન શરીરની સાથે ક્ષણ માત્ર પણ રહેવા ઈછે? કઈ નહિ.
કે મનુષ્યની સાથે એક જનને મિત્રતા હતી પાછળથી જ્યારે તેનું દુષ્ટપણે તેને જાણવામાં આવ્યું ત્યારે તે એટલે બધે ઉતાવળ થઈ ગયો કે-કલેષ કરીને પણ આ દુષ્ટ મનુષ્યને સંબંધ સદંતર બંધ કરું. ત્યાં એક બુદ્ધિમાન મનુષ્ય તેને સમજાવ્યું કે–ભાઈ ! આમ તેની સાથે લડવાથી તેનું તે કંઈ નહિ જાય પણું તને ભાવિમાં તે હુકમ કર્તા થઈ પડશે, માટે હમણાં તે તેને પાસે રાખીને પણ ડહાપણું પૂર્વક તેની સત્તાને ધીરે ધીરે નાશ થાય તેમ કર, કે જેથી વખત આવે તેને સંબધ સર્વથા છેડતાં તને કાંઈ હાની થાય નહિ.
તેમ જીવને. પણ શરીરની સાથે અનાદિ કાળથી અનુરાગ હતું, પણ જ્યારે તેને કેવળ તે દુઃખનું જ કારણ છે એમ સમજવામાં આવ્યું ત્યારે ઉગ્ર ઉગ્ર પ્રવૃત્તિ કરીને તેને નાશ કરવા તે પ્રેરાયા–પરંતુ શ્રી જિદ્ર-વાક્યરૂપ અમૃત તેના ઉપગ પર આવી સચેત કરી તેને નેપથ્યમાંથી કહેવા લાગ્યું કે આમ કરવાથી અર્થાત્ શરીરથી વગર સમજે અકળાવાથી તે નાશ નહિ થાય; આથી કદાચ દેવાદિ પર્યાય પ્રાપ્ત થશે, તે ત્યાં પણું શરીર અને શરીરજન્ય વેદના તો ઉભી જ રહેશે–માટે હે ભવ્ય ! કેટલાક સમય તેને સાથમાં રાખીને જેમ લાગ ફાવે તેમ તેની અંતરંગ સત્તાને નિર્બળ કર, કે જેથી ફરી શરીર ધારણું કરવાપણું રહે જ નહિ. અસંખ્ય પ્રદેશી શુદ્ધ ચિદ્રુપ આત્મઅવગાહના સાથે તે સ્કૂલ શરીરનું વારંવાર ઉભું થવાપણું જ સર્વ કાળને માટે મટી જય.
આમ સમ્યક સમજણ આપીને તેને રોકનાર જ્ઞાન ન હોય તે ક અક્કલવંત મનુષ્ય તેને ક્ષણવાર પણ સાથ કરે !
શરીરને આમ સર્વથા બુરું અને દુઃખદ જાણવા છતાં માત્ર સ્વપ્રજનાથે જીવ શરીરને સાથે રાખે છે તે માત્ર જ્ઞાનને જ મહિમા છે.
समस्तं साम्राज्यं तृणमिव परित्यज्य भगवान् तपस्यनिर्माणः क्षुधित इव दीनः परगृहान् । किलाटेद्भिक्षार्थी स्वयमलभमानोऽपि सुचिरं न सोडव्यं किंवा परमिह परैः कार्यवंशतः ॥११८॥
જ્યારે શ્રી વૃષભનાથ ભગવાન સર્વ વિપુલ સામ્રાજ્ય લક્ષમીને તૃણ સમાન ત્યાગ કરી તપ સંયમમાં પ્રવર્યા-અદીન છતાં માન રહિતપણે